ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / કેવો રહેશે 29 ઓક્ટોબરનો દિવસ, ઘણી રાશિઓને ભાગ્યનો સાથ, ઘણી રાશિઓએ રહેવું પડશે સાવધાન
13 ફોટો ગેલેરી
Last Updated: 10:00 PM, 28 October 2026
1/13
2/13
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાજનક રહી શકે છે. માનસિક ચિંતા અનુભવશો અને તબિયતની બાબતમાં ખાસ કાળજી રાખવી પડશે. સ્વજનો પાસેથી અપેક્ષા મુજબ સહયોગ ન મળતાં નિરાશા થઈ શકે છે. આ ઉપરાંત ખર્ચમાં વધારો થવાની શક્યતા હોવાથી પૈસાની બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવો અને બિનજરૂરી ખર્ચથી બચવું.
ADVERTISEMENT
3/13
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહી શકે છે. આવકનું પ્રમાણ વધશે અને ધંધામાં સારો ફાયદો થવાની શક્યતા છે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે મન ખુશ રહેશે. ખાસ કરીને હરીફાઈવાળા કામમાં સફળતા મળવાના યોગ છે. તમારી મહેનતનું સારું પરિણામ મળતાં દિવસ આનંદદાયક રહેશે.
4/13
ADVERTISEMENT
5/13
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે. વિકાસનાં કામોમાં ગતિ મળશે અને અટકેલા કાર્યો આગળ વધશે. નજીકના મિત્રો તરફથી સારો સહયોગ મળવાની શક્યતા છે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે અને અત્યાર સુધી કરેલાં કાર્યોમાં સફળતા મળશે. આર્થિક અને કામકાજની દૃષ્ટિએ દિવસ સારો રહી શકે છે.
6/13
ADVERTISEMENT
7/13
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહી શકે છે. વિરોધીઓના કારણે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કામકાજની સ્થિતિ સામાન્ય રહેશે. બીજી તરફ ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. લાંબા સમયથી રોકાયેલાં કામમાં પ્રગતિ થતાં રાહત અનુભવશો.
8/13
ADVERTISEMENT
9/13
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે સારો રહી શકે છે. શેરબજારમાં સારો લાભ થવાના યોગ છે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. યાત્રા કે પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. જોકે, પરિવારમાં તણાવ રહેવાની શક્યતા છે, જેના કારણે માનસિક અશાંતિ અનુભવશો. પારિવારિક બાબતોમાં શાંતિથી કામ લેવું.
10/13
ADVERTISEMENT
11/13
મકર રાશિના જાતકોને આજે જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે. પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે. નોકરી કરતા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, તેથી આર્થિક આયોજન જરૂરી રહેશે. કામમાં કેટલાક અવરોધો આવી શકે છે, પરંતુ મુશ્કેલીઓ હોવા છતાં સારી સફળતા મળશે.
12/13
કુંભ રાશિના જાતકોએ આજે પોતાના મનની વાત ગુપ્ત રાખવી જરૂરી છે. પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો અને સ્વજનોને ખુશ રાખવા પ્રયાસ કરશો. કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે, તેથી સાવધાની રાખવી. બીજી તરફ દાંપત્યજીવન સુખમય રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
13/13
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની રાખવાનો રહેશે. ભાગીદારીવાળા કામમાં સમજી વિચારીને આગળ વધવું જરૂરી છે. કામનો બોજો વધવાથી થાક અને તણાવ અનુભવશો. ગુસ્સા અને અકારણ ક્રોધ પર કાબૂ રાખવો, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણય કે પોતાના વર્તનથી જ નુકસાન થવાની શક્યતા છે. શાંતિ અને ધીરજથી દિવસ પસાર કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ