ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીના તહેવાર પૂર્વે એસટીની એક્સ્ટ્રા ટ્રિપ શરૂ
Last Updated: 02:15 PM, 28 October 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવાર દરમિયાન વતન જવા નીકળતા મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત કરી દેવામાં આવી છે. જે રૂટ પર ટ્રાફિકનું ભારણ અને ડિમાન્ડ છે, ત્યાં આ વધારાની બસો શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને રાહત છે. તહેવાર દરમિયાન મુસાફરોને બસની ટિકિટ માટે મુશ્કેલી ન પડે અને લાંબી રાહ જોવી ન પડે તે માટે આશરે ૨૪૦૦ વધારાની બસ દોડાવવાની તથા ૮૦૦૦થી વધુ વધારાની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જતા મુસાફરોની સંખ્યા તહેવાર દરમિયાન વધતી હોવાથી વધારાની બસનું આયોજન મહત્ત્વનું છે. ખાસ કરીને અમદાવાદથી રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મહેસાણા, પાલનપુર અને અન્ય વતનના રૂટ પર મુસાફરોની માગ પ્રમાણે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નવેમ્બરની શરૂઆતે આ બયાવસ્થામાં વધારો કરાશે. ટ્રેન હાઉસફુલ જતી હોવાના પગલે દિવાળી દરમિયાન પરિવાર સાથે વતન જવા માટે અગાઉથી ટિકિટ બુક કરાવવાની પરંપરા વધી રહી છે. ટ્રેનમાં સીટ ઉપલબ્ધ ન હોય અથવા અનુકૂળ સમય ન મળતો હોય ત્યારે મુસાફર એસટી બસનો વિકલ્પ પસંદ કરે છે. આથી તહેવારના દિવસોમાં એડવાન્સ બુકિંગ અને ગ્રૂપ બુકિંગની માગમાં વધારો થયો છે. કયા રૂટ પર કયા દિવસે કેટલી વધારાની બસ દોડશે, તેનું ચોક્કસ સમયપત્રક અને બુકિંગની વિગતો માટે મુસાફરોએ GSRTCની સત્તાવાર માહિતી તપાસવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.