ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:12 AM, 28 October 2026
ADVERTISEMENT
મુકેશ અંબાણીની કંપની, 'જિયો પ્લેટફોર્મ્સ' એ આજે શેરબજારમાં શાનદાર પ્રવેશ કર્યો. લિસ્ટિંગ થતાંની સાથે જ તે દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 12.50 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. તેનાથી આગળ માત્ર તેની મૂળ કંપની, 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 15.95 લાખ કરોડ રુપિયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Jio ના શેર BSE અને NSE પર 21.36 % ના વધારા સાથે લિસ્ટ થયા. તેની ઇશ્યૂ કિંમત 1,119 રુપિયા હતી અને તે 1,359 રુપિયા ના ભાવે લિસ્ટ થયા. Jio નો IPO દેશનો સૌથી મોટો IPO હતો અને તે ખુલ્યાની 100 મિનિટની અંદર જ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.
ADVERTISEMENT
લિસ્ટિંગ થતાંની સાથે જ, જિયોએ ઘણી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. ભારતી એરટેલ હવે 11.80 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. 10.40 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે HDFC બેંક દેશની ચોથી સૌથી મૂલ્યવાન કંપની છે.
ADVERTISEMENT
આ યાદીમાં ICICI બેંક ( 9.78 લાખ કરોડ રુપિયા) પાંચમા સ્થાને છે, ત્યારબાદ છઠ્ઠા સ્થાને SBI (8.77 લાખ કરોડ રુપિયા), સાતમા સ્થાને TCS (8.76 લાખ કરોડ રુપિયા), આઠમા સ્થાને બજાજ ફાઇનાન્સ (5.61 લાખ કરોડ રુપિયા), નવમા સ્થાને લાર્સન એન્ડ ટુબ્રો (5.61 લાખ કરોડ રુપિયા) અને દસમા સ્થાને LIC (4.87 લાખ કરોડ રુપિયા) છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ