ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! 3 બોલ રમ્યો અને ખાતું પણ ન ખૂલ્યું, 1936 પછી પહેલીવાર બન્યું આવું

South Africa vs Australia / 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! 3 બોલ રમ્યો અને ખાતું પણ ન ખૂલ્યું, 1936 પછી પહેલીવાર બન્યું આવું

Published By: Nirav Kumar

Last Updated: 09:39 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર ત્રણ બોલમાં ઝીરો રને આઉટ થયો અને તેના નામે 90 વર્ષ જૂનો અનવોન્ટેડ રેકોર્ડ નોંધાયો છે. જાણો 1936 પછી કેપટાઉનમાં એવું શું બન્યું અને શાનદાર શરૂઆત બાદ સાઉથ આફ્રિકાની ટીમ કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ?

ADVERTISEMENT

ક્રિકેટમાં ક્યારેક એક ખરાબ ઇનિંગ્સ પણ પ્લેયરના નામે એવો રેકોર્ડ નોંધાવી દે છે જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માગે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા સાથે પણ કંઈક આવું જ થયું છે. ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બાવુમા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તેની આ વિકેટ સાથે લગભગ 90 વર્ષ જૂના અનવોન્ટેડ રેકોર્ડની ફરી ચર્ચા શરૂ થઈ છે.

90 વર્ષ બાદ આવો દિવસ

કેપટાઉનમાં ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાના કોઈ કેપ્ટન 0 પર આઉટ થાય તે 90 વર્ષ બાદ પહેલી વાર બન્યું છે. આ પહેલાં 1936માં હર્બી વેડ 0 પર આઉટ થયા હતા. ત્યારબાદ આજ સુધી કોઈ સાઉથ આફ્રિકન કેપ્ટનને કેપટાઉનમાં આવો દિવસ જોવો નહોતો પડ્યો.

સાઉથ આફ્રિકાએ શરૂઆત સરસ કરી હતી. એડેન માર્કરમે 78, માર્કસ એકરમેને 95 અને ડેવિડ બેડિંગહેમે 50 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કોલેપ્સ શરૂ થયું હતું. બાવુમા 0, બ્રેઇટ્ઝકે 2 અને વિયાન મુલ્ડર 0 પર ગયા હતા.

બાવુમાનું સસ્તું આઉટ થવું સાઉથ આફ્રિકા માટે મોટું નુકસાન છે. છેલ્લી ટેસ્ટમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો અને આ સિરીઝમાં 4 ઇનિંગમાં 183 રન બનાવી ચૂક્યો છે. તેના આઉટ થતાં જ કેપટાઉનમાં સાઉથ આફ્રિકાને મુશ્કેલીઓ વધી શકે છે.

વધુ વાંચો : અભિષેક શર્માએ તોડ્યો ક્રિસ ગેલના સિક્સરનો રેકોર્ડ, વેલિંગટનમાં કરી બતાવ્યો આ કમાલ

હવે સાઉથ આફ્રિકા માટે આગળનો પડકાર શું?

ટેસ્ટ ક્રિકેટમાં એક મજબૂત શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવી ખૂબ જરૂરી હોય છે. સાઉથ આફ્રિકાએ ટોચના બેટર્સના સારા પ્રદર્શનથી આશા જગાવી હતી પરંતુ ત્યારબાદ ઝડપથી પડેલી વિકેટોએ ટીમને દબાણમાં મૂકી દીધી. હવે ટીમ માટે જરૂરી રહેશે કે બાકીના બેટર્સ સંયમથી રમે અને ઓસ્ટ્રેલિયાના બોલરોને વધુ વિકેટો મેળવવાની તક ન આપે. બીજી તરફ નાથન લાયન જેવા અનુભવી બોલર સામે બેટિંગ કરવી સાઉથ આફ્રિકા માટે મોટો પડકાર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temba Bavuma Duck Temba Bavuma Unwanted Record South Africa vs Australia

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ