ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટ વચ્ચે AMCનો મોટો નિર્ણય, 17 મિલકતો દૂર કરી 30 મીટર પહોળો રસ્તો બનાવાશે
Last Updated: 04:17 PM, 27 October 2026
ADVERTISEMENT
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં આગામી સમયમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. એક તરફ કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ સ્ટેશનની આસપાસ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાઓ પહોળા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના રસ્તાને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 18 મીટર પહોળા આ રસ્તાને 30 મીટર સુધી પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે AMC દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાલના કાલુપુર રેલવે સ્ટેશનના સ્થળે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે. અંદાજ મુજબ, નવા સ્ટેશનનો દરરોજ આશરે 3.12 લાખ મુસાફરો ઉપયોગ કરી શકે છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર થવાની હોવાથી સ્ટેશનની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી બહાર નીકળવા માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની છે. જેથી AMC દ્વારા આસપાસના રસ્તાઓ પહોળા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના માર્ગને પહોળો કરવામાં આવશે. હાલમાં આ રસ્તાની પહોળાઈ 18 મીટર છે, જેને વધારીને 30 મીટર કરવામાં આવશે. એટલે કે હાલના રસ્તાની પહોળાઈમાં 12 મીટરનો વધારો થશે. આ કામગીરી માટે સૂચિત રોડલાઇન તૈયાર કરવામાં આવી છે. રસ્તો પહોળો થવાથી આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ સરળ બનશે અને વાહનવ્યવહારની ક્ષમતામાં પણ વધારો થશે. ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા અને ત્યાંથી બહાર આવતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
રસ્તો પહોળો કરવાની આ યોજનામાં સૌથી મહત્વની વાત એ છે કે સૂચિત રોડલાઇનમાં અંદાજે 17 મિલકતો આવી રહી છે. આ મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તે પહેલાં AMC દ્વારા નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જાહેર જનતાના વાંધા અને સૂચનો મેળવવા માટે જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રોડલાઇનમાં આવતી મિલકતો દૂર કરીને આશરે 2,965 ચોરસ મીટર જગ્યા હાલના રસ્તામાં સામેલ કરવામાં આવશે. આ જગ્યા મળવાથી રસ્તાને 18 મીટરથી 30 મીટર સુધી પહોળો કરવાનો માર્ગ મોકળો થશે.
ADVERTISEMENT
સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર આવેલી દુકાનોને લઈને પણ AMC દ્વારા મહત્વની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલીક દુકાનો ભાડા તેમજ પરમિટના ધોરણે ફાળવવામાં આવી હતી. હવે રસ્તો પહોળો કરવાની કામગીરીને ધ્યાનમાં રાખીને આ દુકાનોની જગ્યા કોર્પોરેશનને પરત સોંપવા માટે સંબંધિત દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. AMC દ્વારા દુકાનધારકોને જગ્યા પરત સોંપવાની સૂચના આપવામાં આવી છે. નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિસ્તારને દબાણમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : દિવાળીના સસ્તા ટ્રાવેલ પેકેજની લાલચમાં રજાનું પ્લાનિંગ બગડી શકે
ADVERTISEMENT
કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ બાદ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા હોવાથી આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવું જરૂરી બન્યું છે. ખાસ કરીને સારંગપુર સર્કલ અને તેની આસપાસના માર્ગો પર વાહનોની અવરજવર સરળ બને તે માટે AMC દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફનો વિસ્તાર દબાણમુક્ત થયા બાદ કાલુપુર રેલવે સ્ટેશન તરફથી અવરજવર માટે વધુ પહોળો માર્ગ જાહેર જનતાના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરો, વાહનચાલકો અને સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો