ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાતરડી મારીને સાસુનું ગળું કાપ્યું, ઘરેણા કાઢ્યાં, શોક વ્યક્ત કરવાં આવતાં ઝડપાઈ, ઉનામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો
Last Updated: 12:42 PM, 27 October 2026
ADVERTISEMENT
ઉના તાલુકાના ભીંગરણ ગામમાં ધોળા દિવસે 85 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરી કાનનાં સોનાનાં ઘરેણાં લૂંટવાના ચકચારી કેસમાં નવાબંદર મરીન પોલીસે ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી છે. મૃતક રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયાની હત્યાના ગુનામાં તેમના જ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાણીબેન ડાયાભાઈ જેશાભાઈ પામક પોલીસના હાથે ઝડપાઈ છે.
ADVERTISEMENT

એમ.એફ. ચૌધરી DySP, ઉના
ADVERTISEMENT
ભીંગરણમાં ઘરેણા માટે વૃદ્ધાના ગળા પર ઈજા કરીને હત્યા નીપજાવી. આરોપી મહિલા મૃતકના સંબંધી હતી અને હત્યા બાદ શોક મનાવવા આવી ત્યારે હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરાઈ જેમાં મહિલાએ ગુનો કબૂલ્યો હતો.
ચા પીવાના બહાને ઘરે જઈને હત્યા કરી
ADVERTISEMENT
આરોપી મહિલા નજીક રહેતી હોવાથી રોજે મૃતક વૃદ્ધા ના ઘરે જતી હતી રવિવારે પણ ચા પીવાના બહાને વૃદ્ધાના ઘરે પહોંચેલી અને વૃદ્ધા ચા બનાવતા હતા એ વખતે ભાણીબેને દાતરડી વડે ગળા પર ઘા ઝીંકી હત્યા કર્યા બાદ કાનનાં ઘરેણાં લૂંટ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલું દાતરડી તેમજ સોનાના ઘરેણા કબજે કરવાના બાકી છે જ્યારે પ્રાપ્ત વિગતો અનુસાર, ભીંગરણ ગામમાં આંગણવાડી નજીક રહેતાં 85 વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયા ઘરે એકલાં હતાં. તેમના ત્રણ દીકરા પરિવાર સાથે વાડીએ રહેતા હોવાથી વૃદ્ધા ઘરે એકલાં રહેતાં હતાં.તા. 25ના બપોરના સમયે આરોપી ભાણીબેન ચા પીવાના બહાને વૃદ્ધાના ઘરે પહોંચી હતી. વૃદ્ધાસાથે ઘરોબો હોવાથી તે અવારનવાર તેમની પાસે બેસવા જતી હતી.
આરોપીની નજર વૃદ્ધાના દાગીના પર હતી
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ, આરોપીની નજર વૃદ્ધાના સોનાનાં ઘરેણાં પર હતી. ઘરેણાં લૂંટવાના ઇરાદે તેણે વૃદ્ધા પર દાતરડા વડે હુમલો કરી ગળા પર ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાનાં કાન કાપી કાનમાં પહેરેલાં સોનાનાં ઘરેણાં ઉતારી લીધાં હતાં અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
હત્યા કરીને શોક મનાવવા ઘરે પહોંચી, ઝડપાઈ
ADVERTISEMENT
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વૃદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી ભાણીબેન મૃતકના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી અને ત્યાં રડતી જોવા મળી હતી. બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મહિલાની હિલચાલ પોલીસને શંકાસ્પદ જણાતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે સઘન પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની ઘટનાની કબૂલાત કરી હતી. આમ, હત્યા બાદ શોક વ્યક્ત કરવા પહોંચેલી મહિલા જ ગુનામાં સંડોવાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
તપાસમાં અનેક ટીમો જોડાઈ
ADVERTISEMENT
વૃદ્ધાની હત્યાની ઘટનાને પગલે નવાબંદર મરીન પોલીસ ના પી.આઈ.જે.જે પરમાર એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન શંકાના આધારે આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ગુનાનો ભેદ ઉકેલાતાં તેની ધરપકડ કરવા માં આવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર દાતરડું કબજે કર્યું છે. જોકે, વૃદ્ધાના કાન માંથી લૂંટાયેલાં સોનાનાં ઘરેણાં હજુ કબજે કરવાનાં બાકી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘરેણાંની રિકવરી સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો