ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસ વચ્ચે સાબરમતી જેલથી આવી મોટી અપડેટ, બિશ્નોઈને કરાયો શિફ્ટ!

અમદાવાદ / ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસ વચ્ચે સાબરમતી જેલથી આવી મોટી અપડેટ, બિશ્નોઈને કરાયો શિફ્ટ!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:52 AM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં દો સૌ ખોલી નામના ખાસ હાઇ સિક્યોરીટી બ્લોકમાં શિફ્ટ કરાયો છે. બ્લોક 200 એ સાબરમતી જેલમાં મૈક્સિમમ સિક્યોરીટી વિસ્તાર છે.

ADVERTISEMENT

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને તાજેતરમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં દો સૌ ખોલી નામના સ્પેશ્યલ હાઇ સિક્યોરીટી બ્લોકમાં ખસેડવામાં આવ્યો છે. આ બ્લોકમાં આતંકવાદ અને અન્ય ગંભીર ગુનાઓના 200 ખતરનાક કેદીઓને રાખવામાં આવ્યા છે. એક ન્યૂઝ રીપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવાયુ હતું કે, કેદીઓને સંપૂર્ણપણે અલગ રાખવા અને એક સેલથી બીજા સેલમાં આવવા-જવાથી રોકવા માટે બ્લોકને ચાર અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, દરેકમાં 50 કેદીઓ રહે છે.

અગાઉ ખંડણી માટે પોતે કોલ કરતો હતો

2023-2024 પહેલા લોરેન્સ વારંવાર ખંડણીના કોલ કરતો હતો અને તેનું નેટવર્ક ચલાવવા માટે ધમકીભર્યા ઓડિયો અને વિડિયો સંદેશા મોકલતો હતો. તેણે વિવિધ જેલમાંથી ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમના તરફથી કોઈ સીધો ફોન કે વાતચીત થઈ નથી.

સાબરમતી જેલમાં બ્લોક 200 એ લોખંડી સુરક્ષા ધરાવતો વિસ્તાર છે. 2008ના સીરિયલ વિસ્ફોટ કેસ અને અન્ય ગંભીર કેસોના દોષિતોને અહીં રાખવામાં આવે છે. તે મુખ્યત્વે ગંભીર ગુનાઓમાં દોષિત કેદીઓ માટે છે અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 303 ની જોગવાઈઓ હેઠળ જેલથી બહાર જવાની મંજૂરી નથી.

પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે વાતચીત

આ પહેલાં લોરેન્સને "દસ ખોલી" માં રાખવામાં આવ્યો હતો, જે એક નાની, ઉચ્ચ સુરક્ષા ધરાવતી જગ્યા છે જેમાં ફક્ત 10 કેદીઓ જ રહી શકે છે. તે પહેલાં તે તિહાર જેલ અને પંજાબની અલગ-અલગ જેલોમાં બંધ હતો. આ જેલોમાં તેના સમય દરમિયાન લોરેન્સ દ્વારા કોલ સેન્ટરના માલિકોને ધમકી આપતા કોલ રેકોર્ડિંગ્સ સામે આવ્યા હતા, અને ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથેની તેની વાતચીત પણ જાણકારી મળી હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રાઈમ / વેરાવળના હેડ કોન્સ્ટેબલે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યાં, ગુનો દાખલ થયો

ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારા ક્યાં છે?

લોરેન્સ સાબરમતી જેલમાં ભલે અલગ-થલગ રહે છે, પરંતુ તેનું સિન્ડિકેટ ચેઈન એક કમાન્ડ દ્વારા વિશ્વભરમાં કામ કરી રહ્યું છે. તેના ટોચના ગુર્ગામાં એક શેડો કેબિનેટ વિદેશમાં સુરક્ષિત આશ્રયસ્થાનોથી ગેંગના રોજિંદા કામકાજનું સંચાલન કરે છે. આ ગૃપના મુખ્ય સભ્યો ભરતી, કામ સોંપણી અને લોજિસ્ટિક્સનું સંકલન કરે છે. આ સિવાય ફંડીગનું કામ સંભાળતા ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારા એફબીઆઇના ઓપરેશન હાર્ડબોલ પછી અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Lawrence Bishnoi Sabarmati Jail

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ