ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ‘સોનલ ઝાલા’ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવતી બનીને કરી હતી મિત્રતા, યુવક પાસેથી પડાવ્યાં 41 લાખ

ક્રાઈમ / ‘સોનલ ઝાલા’ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવતી બનીને કરી હતી મિત્રતા, યુવક પાસેથી પડાવ્યાં 41 લાખ

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 08:25 AM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં નકલી યુવતીઓથી સાવધાન રહેવાની જરુર છે. જરાક અમથી ભૂલ અને લાખો રુપિયાનો ચૂનો, આવો એક બનાવ સામે આવ્યો છે.

ADVERTISEMENT

ફેસબુક પર નકલી યુવતીઓથી સાવધાન રહેવાની જરુર છે. નકલી યુવતીએ મિત્રતાને નામે યુવક પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધા હતા. ભાવનગરના 48 વર્ષીય જિજ્ઞેશ દેસાઈ સાથે રૂ. 40.85 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જિજ્ઞેશ દેસાઈને ફેસબુક પર ‘સોનલ ઝાલા’ નામે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે સ્વીકારી લેતા તેઓ મિત્ર બન્યાં હતા.

નકલી અવાજ કાઢીને યુવકનો વિશ્વાસ જીત્યો

આ પછી નકલી સોનલે છોકરીનો અવાજ કાઢીને જિજ્ઞેશ દેસાઈનો વિશ્વાસ જીત્યો હતો. બની બેઠેલી સોનલે આ પછી માતાની બીમારી અને પારિવારિક જમીનના બહાને અલગ-અલગ સમયે નાણાં પડાવ્યાં હતા. ક્રેડિટ કાર્ડ, બેંક ટ્રાન્સફર, રોકડ અને મોબાઈલ સહિતની રકમ મેળવી હતી. તપાસમાં પ્રિતેશ રાજગોરનું નામ સામે આવતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી વોઇસ ચેન્જર એપથી અવાજ બદલ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

નકલી યુવતીઓથી ચેતજો

સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ (નકલી યુવતીઓ) બનાવીને લોકોને છેતરવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડને સામાન્ય રીતે "રોમાન્સ સ્કેમ" (Romance Scam) કે "હની ટ્રેપ" (Honey Trap) કહેવામાં આવે છે. આવા ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

બચવા માટેના મહત્વના પગલાં

  • અજાણી રિક્વેસ્ટ સ્વીકારશો નહીં: સોશિયલ મીડિયા પર જે યુવતીને તમે વ્યક્તિગત રીતે ઓળખતા નથી, તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ ક્યારેય સ્વીકારશો નહીં.
  • વીડિયો કોલ પર નગ્ન કે આપત્તિજનક સ્થિતિમાં ન આવવું: સ્કેમર્સ ઘણીવાર વીડિયો કોલ રેકોર્ડ કરી લે છે અને પછી બ્લેકમેલ (Sextortion) કરીને પૈસા માંગે છે.
  • પૈસાની લેવડદેવડ ક્યારેય ન કરવી: જો કોઈ ઓનલાઈન બનેલી મિત્ર અચાનક બીમારી, અકસ્માત કે કોઈ મજબૂરીનું બહાનું બતાવીને પૈસા માંગે, તો સમજી જવું કે આ ફ્રોડ છે.
  • પર્સનલ માહિતી શેર ન કરવી: તમારું ઘરનું સરનામું, ઓફિસની વિગતો, બેંક ડિટેલ્સ કે અંગત ફોટા ક્યારેય આવી પ્રોફાઈલ સાથે શેર ન કરો.
  • બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat bhavnagar Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ