ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડામાં કપલ પર છરી-મરચાની ભૂકીથી હુમલો, પુત્રીની છેડતી પર વઢવા આવતાં કિશોરના માતાપિતા 'રાક્ષસ' બન્યાં

ક્રાઈમ / ચાંદખેડામાં કપલ પર છરી-મરચાની ભૂકીથી હુમલો, પુત્રીની છેડતી પર વઢવા આવતાં કિશોરના માતાપિતા 'રાક્ષસ' બન્યાં

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 07:20 AM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડામાં આવેલી જગતપુર સેરેનિટી સ્પેસ સોસાયટીમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો છે.

ADVERTISEMENT

અમદાવાદના ચાંદખેડામાં જગતપુર સેરેનિટી સ્પેસ સોસાયટીમાં એક કપલ પર મારામારી અને હુમલો થયો છે. હકીકતમાં આ કપલ તેમની સગીર દીકરી સાથે થયેલી છેડતીની ફરીયાદ કરવા કિશોરના માતાપિતા પાસે આવ્યાં હતા. ત્યારે કિશોરના માતાપિતાએ તેમની પર હુમલો કર્યો હતો. ફરિયાદ કરવા જ્યારે મીરા બેન અને મિથુન સોની નામનું કપલ આવ્યું ત્યારે કિશોરના પિતા ઋષભ ચૌહાણ છરીથી અને પત્ની બિંદીયાએ આંખમાં મરચાની ભૂકી નાખીને તેમના પર હુમલો કર્યો હતો.

શું હતો આખો બનાવ?

ચાંદખેડા જગતપુર વિસ્તારમાં રહેતા મીરાબેન સોની અને તેમના પતિ મિથુનભાઈ સોનીની સગીર પુત્રીને સોસાયટી નજીક રહેતો એક કિશોર અવારનવાર હેરાન કરતો હતો.દીકરીની આ પજવણી અંગે માતા મીરાબેને કિશોરના માતા-પિતાને જાણ કરીને પોતાના પુત્રને સમજાવવા વિનંતી કરી હતી.જોકે, કિશોરના માતા-પિતાએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઉશ્કેરાઈને મીરાબેન અને તેમના પતિ મિથુનભાઈને ધમકીઓ આપીને જગતપુર સેરેનિટી સ્પેસ સોસાયટી ખાતે મળવા બોલાવ્યા હતા.

પત્નીએ આંખમાં મરચું નાખ્યું, પતિએ છરીના ઘા ઝીંક્યા

મિથુનભાઈ અને મીરાબેન સોની જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે કિશોરના પિતા ઋષભ ચૌહાણ અને તેની પત્ની બિંદિયા ચૌહાણ અગાઉથી જ જીવલેણ હથિયારો અને મરચાની ભૂકી સાથે તૈયાર ઊભા હતા.વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં બિંદિયા ચૌહાણે અચાનક પોતાની પાસે રહેલી લાલ મરચાની ભૂકી મીરાબેન સોનીની આંખમાં ફેંકી દીધી હતી, જેથી તેઓ કશું જોઈ ન શકે અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.આ દરમિયાન ઋષભ ચૌહાણે છૂપાવી રાખેલી ધારદાર છરી કાઢી મિથુનભાઈ સોની પર જીવલેણ હુમલો કરી દીધો હતો.લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત બનેલા મિથુન સોની અને આંખોમાં બળતરાથી પીડાતા મીરાબેનને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વધુ વાંચો : પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, આરોપી પતિ જેલના સળિયા પાછળ

આખી ઘટના સીસીટીવીમાં કેદ

હુમલાનો આખો બનાવ સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોર ઋષભ ચૌહાણ અને તેની પત્ની બિંદિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ