ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, આરોપી પતિ જેલના સળિયા પાછળ

ક્રાઈમ / પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, આરોપી પતિ જેલના સળિયા પાછળ

Published By: Vishal Khamar

Last Updated: 11:06 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે પતિએ કથિત રીતે કુહાડી વડે હુમલો કરતાં 30 વર્ષીય શંકુલાબેન માલીવાડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. રંધીકપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ADVERTISEMENT

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, તારમી ગામના નિશાળ ફળિયામાં રહેતા રવિન્દ્રભાઈ ભાવસિંગભાઈ માલીવાડ અને તેમની 30 વર્ષીય પત્ની શંકુલાબેન વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ લોખંડની કુહાડી વડે પત્નીના માથાના ભાગે હુમલો કર્યો હતો.

કુહાડીના ઘા વાગતાં શંકુલાબેન ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘરેલુ ઝઘડામાં બનેલી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે.

આ સમગ્ર મામલે ઇટાડી ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગભાઈ હરજીભાઈ તાવિયાડ દ્વારા રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ રવિન્દ્રભાઈ માલીવાડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય પાસાં અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સરકારે ત્રણ-ચાર જિલ્લાને લોલીપોપ આપી છે, ખેડૂતોની ચિંતા હોય તો સાચો સર્વે કરાવવો જોઈએઃ કિરીટ પટેલ

હાલમાં રંધીકપુર પોલીસ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે. પતિ-પત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો અને હત્યાની ઘટના કેવી રીતે બની તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘરેલુ વિવાદમાં હિંસક હુમલો થતાં એક મહિલાનું મોત નીપજવાની આ ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarmi Village Murder Case Dahod Murder News Singvad Crime News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ