ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:37 PM, 26 October 2026
ADVERTISEMENT
આસામના ગુવાહાટીમાં ચકચારી ઘટના બની છે. અહીની એક હોટલમાં સોમવારે રાત્રે ગોળીબારની ઘટના બની છે જેમાં ચાર જમાના મોત નીપજ્યા છે. આ ઘટના બોરા સર્વિસ એરિયામાં આવેલી બિલાસ ઇન હોટેલમાં બની હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાના વીડિયો સામે આવ્યા છે, જેમાં રિસેપ્શન પાસે મૃતદેહો પડેલા દેખાય છે.
ADVERTISEMENT
Shootout in Guwahati in Hotel Vilas Inn, opposite Bora Service Station, Lachitnagar. pic.twitter.com/jx6AwbBX9l
— Ashish rai (@journorai) October 26, 2026
હુમલાખોરોએ છ લોકોના ગૃપ પર ગોળીબાર કર્યો
ADVERTISEMENT
શરૂઆતના અહેવાલો અનુસાર હુમલાખોરોએ બે મહિલાઓ સહિત છ લોકોના ગૃપ પર ગોળીબાર કર્યો હતો. ઘાયલોમાં કેટલાક હોટલના કર્મચારીઓ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
#WATCH | Assam: Several casualties have been reported in a firing incident that took place near a hotel in the Ulubari area in Guwahati. A senior police official from Guwahati city has informed that several casualties have been reported, and the police have started an… pic.twitter.com/3CtW4IA2Rw
— ANI (@ANI) October 26, 2026
ADVERTISEMENT
ગુવાહાટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હજુ સુધી હુમલા પાછળના કારણ, મૃતકોની ઓળખ અને શંકાસ્પદો વિશે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી.
ગુવાહાટી પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતે મીડિયાને જણાવ્યું હતું કે ચાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. "અમને ચાર મૃતદેહો મળ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે," તેમણે કહ્યું કે વધુ મૃતદેહો મળવાની શક્યતા નકારી શકાય નહીં.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દુખદ / VIDEO : હોટલના કમરામાં ઘુસતાં જ ધડામ કરતાં ઢળી પડી બેન્ક મેનેજરની પત્ની મુસ્કાન, પિતાએ કહ્યું-પતિએ દીવાલ સાથે અથડાવી
ADVERTISEMENT
આ ઘટના હોટલ બિલાસ ઇન નજીક એક જ્વેલર્સ આઉટલેટની બાજુમાં આવેલી ગલીમાં બની હતી. પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ