ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નિવૃત્તિ પછી પૈસાની ચિંતા છોડો! પોસ્ટ ઓફિસની સ્કીમથી દર મહિને કમાણી કરવાની જાણો રીત

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / નિવૃત્તિ પછી પૈસાની ચિંતા છોડો! પોસ્ટ ઓફિસની સ્કીમથી દર મહિને કમાણી કરવાની જાણો રીત

Last Updated: 09:24 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિટાયરમેન્ટ પછી પગાર બંધ થઈ જાય તો પણ દર મહિને આવક ચાલુ રાખવાનો રસ્તો શોધી રહ્યા છો? પોસ્ટ ઓફિસની MIS, SCSS અને NPS જેવી યોજનાઓમાં કેટલું રોકાણ કરવાથી કેટલી આવક મળી શકે છે? ચાલો જાણીએ તેના વિષે.

1/7

photoStories-logo

1. રિટાયરમેન્ટ સ્કીમ

નોકરી દરમિયાન દર મહિને પગાર આવતો હોય ત્યારે ઘરખર્ચ ચલાવવો સરળ લાગે છે. પરંતુ રિટાયરમેન્ટ પછી નિયમિત પગાર બંધ થઈ જાય ત્યારે દવા, વીજળીનું બિલ, રાશન અને બીજા ખર્ચ માટે પૈસાનું આયોજન કરવું જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં તમારી જમા મૂડીમાંથી નિયમિત આવક મેળવવા માટે સરકારી બચત યોજનાઓ ઉપયોગી બની શકે છે. ભારતમાં પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ (MIS), સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) જેવા વિકલ્પો રિટાયરમેન્ટ પછીની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પસંદ કરી શકાય છે. ચાલો તેના વિષે જાણીએ

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પોસ્ટ ઓફિસ MIS

આ યોજના એવા લોકો માટે છે જેમને દર મહિને વ્યાજ જોઈએ છે. એક વાર પૈસા જમા કરો અને પછી દર મહિને વ્યાજ મળે છે. વર્તમાન વ્યાજ દર 7.4% વાર્ષિક છે. જો 5 લાખ રૂપિયા જમા કરો તો દર મહિને આશરે 3083 રૂપિયા મળશે. 9 લાખ જમા કરો તો આશરે 5550 રૂપિયા મહિને મળશે. એક ખાતામાં મેક્સીમમ 9 લાખ અને જોઈન્ટ ખાતામાં 15 લાખ સુધી જમા કરી શકાય છે. પતિ-પત્ની મળીને 15 લાખ જમા કરે તો દર મહિને આશરે 9250 રૂપિયા વ્યાજ મળી શકે છે. મુદત પાંચ વર્ષની છે. મેચ્યોરીટી પૂરી થયા પછી મૂળ રકમ પાછી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ

આ યોજના ખાસ સીનીયર નાગરિકો માટે છે. સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો ખાતું ખોલી શકે છે. જેમાં મૌક શરતો હેઠળ 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના રિટાયર્ડ લોકો પણ રોકાણ કરી શકે છે. વ્યાજ દર 8.2% વાર્ષિક છે અને વ્યાજ દર ત્રણ મહિને મળે છે. જેમાં મેક્સીમમ 30 લાખ રૂપિયા જમા કરી શકાય છે. જો 10 લાખ જમા કરો તો વર્ષમાં આશરે 82,000 રૂપિયા વ્યાજ મળશે, એટલે દર ત્રણ મહિને આશરે 20,500 રૂપિયા. પૂરી મર્યાદા 30 લાખ જમા કરો તો વાર્ષિક આશરે 2.46 લાખ રૂપિયા વ્યાજ મળશે, જે દર ત્રણ મહિને આશરે 61,500 રૂપિયા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. નેશનલ પેન્શન સિસ્ટમ

આ યોજના કામકાજી ઉંમરમાં પૈસા જમા કરીને રિટાયરમેન્ટ બાદ પેન્શન મેળવવા માંગતા લોકો માટે છે. રિટાયરમેન્ટ સમયે અમુક પૈસા એકસાથે કાઢી શકાય છે અને બાકીનો ભાગ એન્યુટીમાં લગાવવામાં આવે છે જેમાંથી નિયમિત પેન્શન મળે છે. માનો કે રિટાયરમેન્ટ સમયે NPS ખાતામાં 50 લાખ રૂપિયા છે. જો 40% રકમ 20 લાખ એન્યુટીમાં લગાવવામાં આવે અને તેમાંથી વાર્ષિક 6% પેન્શન મળે તો વર્ષમાં 1.2 લાખ રૂપિયા મળશે. એટલે દર મહિને આશરે 10,000 રૂપિયાની પેન્શન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. MIS અને SCSS

જો તમારી પાસે પહેલેથી પૈસા જમા છે અને નિયમિત આવક જોઈએ છે તો MIS અને SCSS પર વિચાર કરી શકાય છે. MISમાં દર મહિને વ્યાજ મળે છે, SCSSમાં દર ત્રણ મહિને. NPSમાં મળતી પેન્શન તમારા જમા ફંડ અને એન્યુટીની શરતો પર નિર્ભર કરે છે. પહેલા પોતાના માસિક ખર્ચનો હિસાબ લગાવો અને જુઓ કે પસંદ કરેલી યોજનામાંથી કેટલી રકમ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રોકાણ કરતાં પહેલાં આ બાબતો ભૂલશો નહીં

કોઈપણ યોજનામાં પૈસા મૂકતાં પહેલાં તેના વર્તમાન વ્યાજદર, રોકાણ મર્યાદા, મુદત, સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો અને ટેક્સની અસર તપાસો. સરકારી બચત યોજનાઓની શરતો અને વ્યાજદર સમયાંતરે બદલાઈ શકે છે. આ સાથે જ તમારી આખી બચત એક જ યોજનામાં મૂકવાને બદલે તાત્કાલિક જરૂરિયાતો માટે પૂરતી રોકડ ઉપલબ્ધ રહે તેનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Senior Citizens Scheme Post Office Scheme Retirement Schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ