ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 100% ઇથેનોલથી દોડશે કાર? E100 ફ્યુઅલને લીલી ઝંડી, જાણો તમારી જૂની કારમાં વાપરી શકશો કે નહીં!
6 ફોટો ગેલેરી
Last Updated: 09:04 PM, 26 October 2026
1/6
પેટ્રોલના વધતા ભાવ અને વિદેશથી ઈમ્પોર્ટ થતા ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા વચ્ચે ભારતના ઓટોમોબાઇલ સેક્ટરમાં એક નવો બદલાવ આવવાની તૈયારી છે. કેન્દ્ર સરકારે હવે E100 અને E85 જેવા વધુ ઇથેનોલ ધરાવતા ફ્યુઅલ પર ચાલતાં વાહનો માટે નિયમોનો માર્ગ ખુલ્લો કર્યો છે. આ નિર્ણયથી ભવિષ્યમાં એવી કારો જોવા મળી શકે છે, જે સામાન્ય પેટ્રોલની જગ્યાએ ઇથેનોલ આધારિત ફ્યુઅલથી પણ દોડી શકશે.
2/6
જેમાં સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારાને મંજૂરી આપી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે 23 ઑક્ટોબર 2026ના રોજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સુધારાની નોટીફીકેશન ઇસ્યુ કરી છે. તેના હેઠળ E85 સાથે E100 ફ્યુઅલને પણ નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે. આથી વાહન નિર્માતા કંપનીઓ માટે ખાસ કરીને ઇથેનોલથી ચાલતી ફ્લેક્સ-ફ્યુઅલ ગાડીઓ તૈયાર કરવા અને માર્કેટમાં ઉતારવાનો કાનૂની રસ્તો સાફ થશે.
ADVERTISEMENT
3/6
જોકે આનો મતલબ એ નથી કે તમે તમારી હાલની પેટ્રોલ કારમાં E100 ભરાવી શકશો. આ માટે ગાડીનું ખાસ ડિઝાઇન અને પ્રમાણિત હોવું જરૂરી છે. નિયમ 115 હેઠળ એમિશન નોર્મ્સ, ફ્યુઅલની ગુણવત્તા અને વાહનોની તપાસ સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. E100થી ચાલતા વાહનોના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. વાહનના કુલ વજનની લીમીટ 3000 કિલોગ્રામથી વધારીને 3500 કિલોગ્રામ કરવામાં આવી છે.
4/6
E85માં આશરે 85 ટકા ઇથેનોલ અને બાકીનો ભાગ પેટ્રોલ હોય છે જ્યારે E100માં લગભગ સંપૂર્ણરીતે ઇથેનોલનો ઉપયોગ થાય છે. આવા ફ્યુઅલ પર ચાલવા માટે ગાડીઓના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમને તે પ્રમાણે તૈયાર કરવી પડે છે. આથી E100થી ચાલતી કારો સામાન્ય પેટ્રોલ કારોથી અલગ હશે. સામાન્ય પેટ્રોલ કે E20થી ચાલતી ગાડીઓમાં સીધું E85 કે E100 વાપરી શકાશે નહીં.
ADVERTISEMENT
5/6
આ પગલું દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ કાર તરીકે મારુતિ વેગન આર ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ કરી હતી, જે E85 પર સરળતાથી દોડી શકે છે. આ ફ્યુઅલ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું છે.
6/6
E100 અને E85ને લગતા નિયમોમાં સુધારો એ ભારતના વૈકલ્પિક ફ્યુઅલના પ્રયાસોમાં એક મહત્ત્વનું પગલું છે. જો ભવિષ્યમાં આવા વાહનોની ઉપલબ્ધતા વધે અને ફ્યુઅલ પૂરતા પ્રમાણમાં મળી રહે તો ગ્રાહકોને પેટ્રોલના વિકલ્પો મળી શકે છે. આ ટેક્નોલોજીથી સ્થાનિક બાયો-ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન મળી શકે છે અને દેશની ઊર્જા સુરક્ષામાં પણ મદદ મળી શકે છે. જોકે, તેનો વ્યાપક સ્વીકાર કેટલો થાય છે તે વાહનોની કિંમત, માઇલેજ, ફ્યુઅલ સ્ટેશનની સુવિધા અને ગ્રાહકોના અનુભવ પર નિર્ભર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ