ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારે ત્રણ-ચાર જિલ્લાને લોલીપોપ આપી છે, ખેડૂતોની ચિંતા હોય તો સાચો સર્વે કરાવવો જોઈએઃ કિરીટ પટેલ

નિવેદન / સરકારે ત્રણ-ચાર જિલ્લાને લોલીપોપ આપી છે, ખેડૂતોની ચિંતા હોય તો સાચો સર્વે કરાવવો જોઈએઃ કિરીટ પટેલ

Published By: Vishal Khamar

Last Updated: 09:37 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ આ નિર્ણયની ટીકા કરી. પાટણ, બનાસકાંઠા સહિત ઓછો વરસાદ ધરાવતા 8થી 10 જિલ્લાઓમાં સાચો સર્વે કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી.

ADVERTISEMENT

રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતાં પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે માત્ર લોલીપોપ સમાન ગણાવી આકરા પ્રહારો કર્યા હતા.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે. કેટલાક જિલ્લાઓમાં તો વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું હોવા છતાં સરકાર દ્વારા માત્ર ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે.

તેમણે સરકારની તાલુકાવાર વરસાદની ગણતરી કરવાની પદ્ધતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સરકાર દ્વારા વરસાદના આંકડાઓના આધારે નિર્ણય લેવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખેતરો અને ગામડાઓમાં યોગ્ય સર્વે કરાવવો જોઈએ, તેવી માંગ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે જો સરકારને ખરેખર ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો ઉત્તર ગુજરાત સહિત રાજ્યના તમામ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં નિષ્પક્ષ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય રાહત આપવી જોઈએ. તેમના મતે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અંદાજે 8થી 10 જિલ્લાઓમાં વરસાદ ઓછો પડ્યો છે, જેથી આ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય પૂરી પાડવી જરૂરી છે.

આ પણ વાંચોઃ 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા; બનાસકાંઠાના ખેડૂતો પણમુશ્કેલીમાં છે

ખેડૂતોને યોગ્ય રાહત આપવાની માંગ

સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા જિલ્લાઓ ઉપરાંત ઓછા વરસાદથી પ્રભાવિત અન્ય વિસ્તારોની પણ સમીક્ષા કરવામાં આવે અને વાસ્તવિક સ્થિતિના આધારે ખેડૂતોને રાહત આપવામાં આવે, તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્યએ કરી છે. હવે સરકાર આ રજૂઆતને ધ્યાનમાં લઈને અન્ય અસરગ્રસ્ત વિસ્તારો માટે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Congress districts drought-affected Gujarat drought news, Patan , MLA

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ