ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજુ ત્રણ દિવસ ગરમીથી રાહત નહીંઃ ત્યાર બાદ તાપમાન ઘટશે
Last Updated: 01:55 PM, 26 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ શહેરમાં આજે મહત્તમ તાપમાન ફરી એક વખત ૩૭ ડિગ્રી રહેવાની સંભાવના છે. આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે અને આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રી જેટલું વધુ છે.
ADVERTISEMENT
રાજ્યમાં ગરમીનો પ્રકોપ કેટલો છે તેનો અંદાજ હવામાન વિભાગના આંકડા પરથી લગાવી શકાય છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી, ભુજમાં ૩૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડિગ્રી, અમદાવાદમાં ૩૭.૧ ડિગ્રી અને સુરતમાં ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું. આ આંકડા મુજબ રાજકોટ રાજ્યનાં સૌથી ગરમ શહેરોમાં મોખરે રહ્યું હતું.
બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની ચક્રવાતી તોફાનમાં ફેરવાવાની આગાહી છે. આ સિસ્ટમની અસરથી આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. જોકે, હાલની આગાહી મુજબ ગુજરાતમાં આ સિસ્ટમની સીધી અસર અંગે કોઈ સ્પષ્ટ સંકેત નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.