બિઝનેસ /
માત્ર 2 દિવસમાં ચાંદી ₹12,600 સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ મોટો કડાકો!
કોમોડિટી એક્સચેન્જથી લઈને બુલિયન માર્કેટ સુધીના તમામ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં 12,600 રુપિયાથી વધુનો મોટો ઘટાડો થયો છે અને સોનામાં પણ આવો જ ઘટાડો નોંધાયો છે. આજે પણ MCX પર સોનું અને ચાંદી નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.