ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં બુટલેગરોની ધરપકડ: ક્રેટ કારમાંથી ₹17.31 લાખનો દારૂ ઝડપાયો
Last Updated: 05:58 PM, 7 November 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ક્રેટા કારમાંથી રૂ. 17.31 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, LCB પોલીસને દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમે ક્રેટા કારનો પીછો કર્યો હતો. મણિનગરના ઝગડિયા બ્રિજ પાસે આરોપીઓએ કાર મૂકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવી બંનેને ઝડપી પાડ્યા હતા.

ADVERTISEMENT
પોલીસે આ મામલે સાહિલ વાઘેલા અને ધ્રુવ પરમાર નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ કાગડાપીઠ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કારની તપાસ દરમિયાન રૂ. 17.31 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૬ એ ૧૭.૩૧ લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ક્રેટા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો, જે બાદ અંતે બંને આરોપીઓ મણીનગર ઝગડીયા બ્રીજ પાસે ગાડી મૂકી સ્થળ પરથી નાસી છૂટવાનો પ્રયત્ન કરેલ પરંતુ અંતે એલ.સી.બી. એ પકડી પાડેલ.
ADVERTISEMENT
ASI સુરજ પંચાલ, હેડ કોન્સ્ટેબલ દિલિપસિંહ અને કોન્સ્ટેબલ ઈમરાને કાર્યવાહી કરી બુટલેગરને પકડી પાડ્યા છે.
અમદાવાદ LCB ઝોન-6ની વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી, રૂ 17.31 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો #Ahmedabad #LCB #Zone6 #LiquorSeizure #VTVDigital https://t.co/EMHWFd8x5g
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 7, 2026
ADVERTISEMENT
પકડાયેલ આરોપી :-
૧. સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો મનસુખભાઈ વાઘેલા ઉ.વ. ૨૨ રહે કાગડાપીઠ
ADVERTISEMENT
૨. ધ્રુવ ઉર્ફે ધુલીયો વિનયભાઇ પરમાર ઉ.વ. ૨૨ રહે કાગડાપીઠ
વોન્ટેડ આરોપીઓ:-
ADVERTISEMENT
૧. વિવેકસિંહ ઉર્ફે બાપુ (રહે. શામળાજી, રાજસ્થાન બોર્ડર - દારૂ સપ્લાય કરનાર)
૨. સુજલ (રહે. ખોખરા, અમદાવાદ - દારૂ મંગાવનાર)
૩. રાહુલ (રહે. ખોખરા, અમદાવાદ - દારૂ મંગાવનાર)
૪. યોગેશ રાજપૂત (રહે. ગુલાબનગર, અમરાઇવાડી, અમદાવાદ - દારૂ મંગાવનાર)
૫. પાર્થ ધનજીભાઇ વાઘેલા (રહે. પઠાણની ચાલી, ગીતામંદિર, અમદાવાદ - દારૂ મંગાવનાર)
આ સમગ્ર દારૂ સપ્લાય નેટવર્કમાં સંડોવાયેલા વિવેકસિંહ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. બીજી તરફ, આરોપીઓ કાર મૂકીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.
આ પણ વાંચોઃ આ તારીખ બાદ પલટાશે રાજ્યનું હવામાન, અંબાલાલ પટેલની મોટી આગાહી
હાલ LCB પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. દારૂ ક્યાંથી મંગાવવામાં આવતો હતો, કોને સપ્લાય કરવામાં આવતો હતો અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.