ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:18 AM, 7 November 2026
1/6
છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8માં પગારપંચને લગતી નવી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શનમાં ફેરફાર જેવી બાબતો પર સૌની નજર છે. આ દરમિયાન પગારપંચની સત્તાવાર વેબસાઈટ પર એક નવું બેનર જોવા મળ્યું છે. જેને લઈને કર્મચારીઓમાં અનેક સવાલો ઉભા થયા છે. જોકે, આ મેસેજનો પગાર વધારો કે પેન્શનના નવા નિયમો સાથે કોઈ સંબંધ નથી.
2/6
8માં પગારપંચની સત્તાવાર વેબસાઈટ 8cpc.gov.in પર નવું બેનર જોવા મળી રહ્યું છે. આ બેનર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના આગામી એપિસોડ સાથે જોડાયેલું છે. આ કાર્યક્રમના 140મા એપિસોડના પ્રચાર માટે આ મેસેજ મૂકવામાં આવ્યો છે.વેબસાઈટ પર આ નવો મેસેજ દેખાતા જ કર્મચારીઓમાં ઉત્સુકતા વધી છે. ઘણા લોકોને એવું લાગી શકે છે કે સરકાર તરફથી પગાર વધારા અથવા નવા પગારધોરણ અંગે કોઈ નવી માહિતી આપવામાં આવી છે. જોકે, આ માત્ર એક સામાન્ય પ્રચાર સંદેશ છે.
ADVERTISEMENT
3/6
આ નવા મેસેજને લઈને સૌથી મોટો સવાલ એ છે કે શું 8માં પગારપંચની કામગીરીમાં કોઈ નવી પ્રગતિ થઈ છે? શું કર્મચારીઓના પગારમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટર કે પેન્શનમાં ફેરફાર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી છે?પરંતુ આ બેનરનો આમાંથી કોઈ બાબત સાથે સંબંધ નથી. વેબસાઈટ પર દેખાતો મેસેજ માત્ર 'મન કી બાત' કાર્યક્રમને લગતો છે. એટલે કે આ અપડેટને 8માં પગારપંચના નવા પગારધોરણ કે પેન્શનના નિર્ણય તરીકે જોવો યોગ્ય નથી. કર્મચારીઓએ આ મેસેજને પગાર વધારાના સમાચાર સમજીને ગેરસમજમાં આવવાની જરૂર નથી.
4/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમનો 140મો એપિસોડ 29 નવેમ્બર, 2026ના રોજ પ્રસારિત થવાનો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન દેશના વિવિધ સામાજિક મુદ્દાઓ, લોકોની સિદ્ધિઓ, નવી પહેલ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર વાત કરે છે.આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં સામાન્ય નાગરિકોને પણ પોતાના વિચારો અને સૂચનો મોકલવાની તક મળે છે. લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓ, સારા કામો, સામાજિક પહેલ અથવા દેશ માટે ઉપયોગી વિચારો વડાપ્રધાન સુધી પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
5/6
જો કોઈ કેન્દ્રીય કર્મચારી, પેન્શનધારક કે સામાન્ય નાગરિક વડાપ્રધાનને કોઈ સૂચન આપવા માગતા હોય તો તેઓ આ કાર્યક્રમ માટે પોતાનો સંદેશ મોકલી શકે છે. આ માટે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરવાની સુવિધા આપવામાં આવી છે.આ નંબર પર કોલ કરીને લોકો હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પોતાનો સંદેશ રેકોર્ડ કરાવી શકે છે. આ ઉપરાંત 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને પણ સૂચન મોકલી શકાય છે. મિસ્ડ કોલ આપ્યા બાદ મળતી SMS લિંક દ્વારા લોકો પોતાના વિચારો અને સૂચનો સીધા મોકલી શકે છે.
6/6
8માં પગારપંચની રચના બાદથી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો તેની સત્તાવાર વેબસાઈટ પર આવતા દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. તેનું કારણ એ છે કે પગાર વધારો, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં, પેન્શન સુધારા અને નવા પગારધોરણના અમલની સમયમર્યાદા જેવી બાબતોની માહિતી અહીંથી મળી શકે છે.હાલમાં વેબસાઈટ પર દેખાતો નવો મેસેજ માત્ર 'મન કી બાત' કાર્યક્રમના પ્રચાર માટે છે. તેનાથી 8માં પગારપંચના પગારધોરણ કે પેન્શન અંગે કોઈ નવો નિર્ણય જાહેર થયો નથી. તેથી કર્મચારીઓએ પગાર વધારા અંગેની સત્તાવાર જાહેરાત અને સામાન્ય વેબસાઈટ અપડેટ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ