ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અમેરિકામાં ટ્રમ્પનો મોટો નિર્ણય! મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ વ્હાઇટ હાઉસમાં મોટો ફેરફાર, સ્ટીફન મિલર બનશે નવા ચીફ ઓફ સ્ટાફ
Last Updated: 07:16 AM, 7 November 2026
ADVERTISEMENT
અમેરિકાના રાજકારણમાં મધ્યસત્ર ચૂંટણીના પરિણામો બાદ હવે વ્હાઇટ હાઉસમાં પણ મોટા ફેરફારોનો દોર શરૂ થયો છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલી કારમી હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં મહત્વનો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે તેમના સૌથી વિશ્વાસુ અને નજીકના સલાહકાર સ્ટીફન મિલરને વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ બનાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, અત્યાર સુધી આ જવાબદારી સંભાળતાં સુસી વિલ્સને રાજકીય કામગીરી સાથે જોડાયેલી નવી ભૂમિકા સોંપવામાં આવી છે.
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રના વર્તમાન ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને તેમના સૌથી વિશ્વસનીય સલાહકારોમાંના એક સ્ટીફન મિલર સોમવાર, 9 નવેમ્બર, 2026થી નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે જવાબદારી સંભાળશે. ટ્રમ્પે મિલરની નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરી હતી અને તેમને પોતાના વિશ્વાસુ સહયોગીઓમાંના એક ગણાવ્યા હતા.
ADVERTISEMENT
આ સાથે જ ટ્રમ્પે વર્તમાન ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સુસી વિલ્સે અત્યાર સુધી ઉત્કૃષ્ટ કામ કર્યું છે અને હવે તેઓ ટ્રમ્પની રાજકીય કામગીરી સાથે જોડાયેલી ભૂમિકામાં કામ કરશે. ટ્રમ્પે તેમની અત્યાર સુધીની સેવાઓ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ સુસી વિલ્સને તેમની પ્રથમ નિમણૂક તરીકે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. આ સાથે તેઓ અમેરિકાના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં હતાં. ટ્રમ્પના વર્તમાન કાર્યકાળમાં સૌથી લાંબા સમય સુધી ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. જોકે, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ પદ પર કુલ ચાર અલગ-અલગ લોકોની નિમણૂક કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સુસી વિલ્સે પણ પોતાની નવી જવાબદારી પહેલાં એક નિવેદન જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો આજનો દિવસ તેમનો છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં કામ કરવું તેમના જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. તેમણે સરહદ સુરક્ષા, કરવેરામાં ઘટાડો, અમેરિકાના અર્થતંત્રને મજબૂત બનાવવું અને 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ થયેલી કામગીરી અંગે ગર્વ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના મિશન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા યથાવત રહેશે.
ADVERTISEMENT
બીજી તરફ, નવા ચીફ ઓફ સ્ટાફ બનનારા સ્ટીફન મિલર ટ્રમ્પના સૌથી નજીકના અને લાંબા સમયથી તેમની સાથે કામ કરતા સહાયકોમાં સામેલ છે. તેઓ હાલમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ઉપરાંત હોમલેન્ડ સિક્યુરિટી સલાહકાર તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ તૈયાર કરવામાં અને તેને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પાકિસ્તાનમાં રહી ચૂકેલા લોકોએ જણાવી દિવાળીની ઉજવણીની રીત, કહ્યું- ભારત જેવી વાત નથી!
સ્ટીફન મિલર વર્ષ 2016માં ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયા હતા. શરૂઆતમાં તેઓ ટ્રમ્પની ટીમમાં ભાષણ લેખક તરીકે કામ કરતા હતા. ત્યારથી તેઓ ટ્રમ્પના વિશ્વાસુ સહયોગી રહ્યા છે. આ પહેલાં તેમણે ભૂતપૂર્વ રિપબ્લિકન સેનેટર જેફ સેશન્સ સાથે પણ કામ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.