ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ધનતેરસમાં સોનાનો ભાવ ઘટતાં રંગીલા રાજકોટમાં ખરીદી માટે પડાપડી, જાણો યુવાનોને સૌથી વધુ કેવા ઘરેણાં છે પસંદ

રાજકોટ / ધનતેરસમાં સોનાનો ભાવ ઘટતાં રંગીલા રાજકોટમાં ખરીદી માટે પડાપડી, જાણો યુવાનોને સૌથી વધુ કેવા ઘરેણાં છે પસંદ

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 07:14 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસ પહેલાં સોનાના ભાવમાં ₹3,106 અને ચાંદીમાં ₹5,437નો ઘટાડો નોંધાયો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં દાગીના ખરીદવા ગ્રાહકોની ભીડ.

ADVERTISEMENT

ધનતેરસના પાવન પર્વે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,106 ઘટીને આશરે ₹1.41 લાખ થયો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં ₹5,437નો ઘટાડો નોંધાતાં ભાવ ₹1.81 લાખ પર પહોંચ્યો છે. એક દિવસ અગાઉ સોનું ₹1.44 લાખ અને ચાંદી ₹1.87 લાખના સ્તરે હતી.

આ વર્ષે ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં આશરે ₹49 હજારનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં આવેલા ઘટાડાની અસર ધનતેરસની ખરીદી પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં જ્વેલરી શોરૂમમાં સોના-ચાંદીના દાગીના તેમજ લગડી ખરીદવા માટે ગ્રાહકોની અવરજવર વધી છે.

રાજકોટમાં યંગસ્ટર્સને રોઝ ગોલ્ડનો ક્રેઝ

રાજકોટની સોની બજારમાં પણ ધનતેરસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકો ખરીદી માટે જ્વેલરી શોરૂમમાં પહોંચી રહ્યા છે.

ખાસ કરીને યુવા વર્ગમાં રોઝ ગોલ્ડની જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે મહિલાઓમાં વિવિધ ડિઝાઇનનાં બ્રેસલેટ, ચેન અને અન્ય આભૂષણોની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે દાગીનાની ખરીદી કરીને ધનતેરસનું શુભ મુહૂર્ત સાચવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટનો સ્ટે પર હુકમ નહીં

ભાવમાં ઘટાડાથી બજારમાં વધ્યો ઉત્સાહ

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં આ વર્ષે ધનતેરસની ખરીદીમાં ગ્રાહકો વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. દાગીના ઉપરાંત સોનાની લગડી અને ચાંદીના સિક્કાની ખરીદીમાં પણ રસ જોવા મળી રહ્યો છે. આમ, ભાવમાં ઘટાડો અને તહેવારની પરંપરાને કારણે ગુજરાતના જ્વેલરી બજારમાં ધનતેરસના દિવસે ખરીદીનો માહોલ જામ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras 2026 Silver Price Today Gold Price Today

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ