ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના 5 વખતના સ્ટેટ ચેમ્પિયન અનિકેતના ઘરેથી લેપટોપ-મોબાઈલની ચોરી
Last Updated: 02:08 PM, 6 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ૨૩ નવેમ્બરથી યોજાનારી નેશનલ બ્લાઈન્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની તૈયારી કરી રહેલા વડોદરાના ૨૪ વર્ષીય અનિકેત પટણીને ચોરીની ઘટનાથી મોટો ફટકો પડ્યો છે. બરાનપુરા સ્થિત તેના ઘરમાંથી તસ્કરો લેપટોપ, સ્માર્ટફોન અને રોકડ રકમ ચોરી ગયા છે. ચેસની પ્રેક્ટિસ, મેચોનું વિશ્લેષણ અને વિવિધ ચાલની તાલીમ માટે આ બંને ઉપકરણો અનિકેત માટે અત્યંત મહત્ત્વનાં હતાં.
ADVERTISEMENT

અનિકેતના લેપટોપમાં ચેસની તાલીમ માટે ખાસ સોફ્ટવેર અને સ્માર્ટફોનમાં ઉપયોગી એપ્લિકેશન્સ હતી. હવે બંને ઉપકરણો ગુમાવતાં તેની રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારીઓ ખોરવાઈ છે. તેના પિતા રિક્ષા ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. આર્થિક સ્થિતિના કારણે પરિવાર તાત્કાલિક નવું લેપટોપ કે મોબાઈલ ખરીદી શકે તેમ નથી. ચોરી થયેલું લેપટોપ પણ એક એનજીઓએ દાનમાં આપ્યું હતું. અનિકેતની ચિંતા છે કે લેપટોપ મળી આવે તો પણ તેની માલિકી સાબિત કરવા બિલ ક્યાંથી લાવશે? વાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાના જણાવ્યા અનુસાર પોલીસ તસ્કરોને શોધવા પ્રયાસ કરી રહી છે. ચોરાયેલું લેપટોપ ઈન્ટરનેટ સાથે જોડાય તો તેનું લોકેશન શોધવામાં મદદ મળી શકે છે.
ADVERTISEMENT
અનિકેત બાળપણથી જ દૃષ્ટિહીન છે. ત્રણ વર્ષની ઉંમરે લોખંડનો સળિયો આંખમાં વાગતાં એક આંખની રોશની ગુમાવી હતી, જ્યારે આઠ વર્ષની ઉંમરે ક્રિકેટનો બોલ બીજી આંખમાં વાગતાં તેની રોશની પણ જતી રહી હતી. વર્ષ ૨૦૧૭માં શિક્ષકે એકાગ્રતા વધારવા ચેસ રમવાની સલાહ આપતાં તેણે આ રમત શરૂ કરી હતી.
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાન તે પાંચ વખત રાજ્ય કક્ષાની બ્લાઈન્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે. ઓક્ટોબરમાં પાલનપુરમાં યોજાયેલી નેશનલ બ્લાઈન્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ ૨૦૨૪માં અમદાવાદની બ્લાઈન્ડફોલ્ડ ચેસ ટૂર્નામેન્ટમાં પણ તે વિજેતા બન્યો હતો. હવે રાષ્ટ્રીય સ્પર્ધામાં ફરી ગોલ્ડ જીતવાનું સપનું જોઈ રહેલા અનિકેતની તૈયારીઓ ચોરીના કારણે અધવચ્ચે અટકી પડી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.