ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત હાઈકોર્ટ બાદ CM ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બ અને ડોગ સ્ક્વોડનું ચેકિંગ શરૂ!

ગાંધીનગર / ગુજરાત હાઈકોર્ટ બાદ CM ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી, બોમ્બ અને ડોગ સ્ક્વોડનું ચેકિંગ શરૂ!

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 12:52 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટ બાદ હવે CM ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ.

ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલય (CM Office)ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ઈમેલ મારફતે CM ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક થઈ ગઈ છે.

ઘટનાને પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા CM ઓફિસ પરિસરમાં તપાસ અને ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે CM ઓફિસને મળેલી ધમકીને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ જેવી મહત્ત્વની ન્યાયિક સંસ્થાને નિશાન બનાવવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઈમેલ દ્વારા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ખાલિસ્તાન નામથી આપવામાં આવતાં પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Bomb-threat

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં ખાલિસ્તાન નામનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટને નિશાન બનાવવાની આ ધમકી મળતાં જ સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ધમકીની જાણ થતાં જ સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાઈકોર્ટ પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ જેવી સામગ્રી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ માટે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ડોગ સ્ક્વોડની મદદથી પણ સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંભવિત સ્થળની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ જોખમ હોય તો સમયસર તેની જાણ થઈ શકે.

આ પણ વાંચો : તાપીના દાદરિયા કોપર સુગરમાં પાણીની ટાંકી તૂટી પડતાં બે કામદારોનાં મો*ત, શોધખોળ બાદ લાઈનમાંથી મળ્યા મૃ*તદેહ!

ઈમેલ દ્વારા મળેલી આ ધમકીને પગલે હાઈકોર્ટની સુરક્ષાને લઈને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સોલા પોલીસ અને સુરક્ષા ટીમો સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગની કામગીરી ચાલી રહી છે. ધમકીભર્યો ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે સહિતની વિગતો તપાસ બાદ સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Bomb Threat News Gujarat CM Office Bomb Threat Gujarat High Court Bomb Threat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ