ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બીમાર પતિને છોડીને જમાઈ સાથે ફરાર થઈ મહિલા, ઘરેથી સોનું પણ લઈ ગઈ!

ક્રાઈમ / બીમાર પતિને છોડીને જમાઈ સાથે ફરાર થઈ મહિલા, ઘરેથી સોનું પણ લઈ ગઈ!

Published By: Nirav Kumar

Last Updated: 12:02 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સાસુ અને જમાઈના સંબંધને લઈને એવો વિવાદ સામે આવ્યો છે કે પરિવાર પણ હેરાન રહી ગયો છે. જેમાં બીમાર પતિને છોડીને જમાઈ સાથે ગયેલી મહિલા પર ઘરમાં દાટેલા 2 કિલો ચાંદી અને 80 ગ્રામ સોનાનાં ઘરેણાં લઈ જવાનો પણ આરોપ છે.

ADVERTISEMENT

ઉન્નાવના અજગૈન વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય. એક મહિલાએ પોતાના બીમાર પતિને ઘરમાં એકલા છોડીને પોતાના જમાઈ સાથે ભાગી ગઈ છે. પરિવારનો આરોપ છે કે આ સાથે જ તેને ઘરની અંદર જમીનમાં દાટી રાખેલા પૂર્વજોના ઘરેણાં પણ ખોદીને લઈ જવાનું કામ કર્યું છે. આ ઘરેણાંમાં લગભગ બે કિલો ચાંદી અને એસી ગ્રામ સોનું હોવાનું કહેવાય છે, જેની કિંમત લાખોમાં પહોંચે છે.

પરિવારના પુત્રે આ બાબતે અજગૈન થાણે ફરિયાદ નોંધાવી હતી, પણ કાર્યવાહી ન થતાં તે હવે એસપી જયપ્રકાશ સિંહ પાસે પહોંચ્યો છે અને તપાસની માંગ કરી છે. એસપીએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.

આશરે પંદર વર્ષ અગાઉ આ મહિલાની પુત્રીનાં લગ્ન સોહરામાઉ વિસ્તારમાં થયાં હતાં. પરિવારનો આરોપ છે કે લગ્ન બાદ જમાઈએ પુત્રીની હત્યા કરી હતી. બાળકની પરવરિશને ધ્યાનમાં રાખીને તે સમયે કેસ નોંધાવવામાં આવ્યો નહોતો. ત્યારબાદ માતા અને જમાઈ વચ્ચે નજીદીકી વધવા લાગી. જમાઈનું ઘરે આવવા-જવાનું વધી ગયું. પિતાએ વિરોધ કર્યો તો ઘરમાં ઝઘડા થવા લાગ્યા પણ નજદીકી ચાલુ રહી. અંતે માતા તે જ જમાઈ સાથે ઘર છોડીને ચાલી ગઈ.

આ સિવાય પુત્રનો આરોપ છે કે 14 સપ્ટેમ્બરે માતાએ જમાઈની સલાહથી પિતાએ ખરીદેલી દસ વીઘા જમીન ચુપચાપ પોતાના નાતીના નામે કરી દીધી હતી. પિતાને આ વાતની જાણ પણ નહોતી. પિતાની તબિયત ખરાબ રહે છે. અગાઉ તેઓ ગામમાં ચોકીદારીનું કામ કરતા હતા. હવે માતા ચાલી ગયા પછી તેઓ એકલા રહી ગયા છે.

વધુ વાંચો : ભાવનગર ST બસ સ્ટેન્ડમાં કાજલ બારૈયાની ક્રૂર હત્યા કરનાર ફૈઝલને આજીવન કેદની સજા, મહિનામાં ફેંસલો

મહિલાના પતિની તબિયત સારી રહેતી નથી. તેઓ અગાઉ ગામમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, પત્ની ઘર છોડીને જતાં હવે બીમાર પતિ એકલા પડી ગયા છે. આ મામલે પરિવારે શરૂઆતમાં અજગૈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાંથી યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પુત્રનો આરોપ છે. ત્યારબાદ તે પોતાના પિતા સાથે ઉન્નાવના પોલીસ અધિક્ષક (SP) જય પ્રકાશ સિંહને મળવા પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tabu Relationship mother-in-law son-in-law

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ