ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વિસનગરમાં ધનતેરસે નીલગાય આડી ઉતરતાં કારનો અકસ્માત, મહિલા ડૉક્ટરનું મો*ત, સાથી ડૉક્ટર ગંભીર ઈજાગ્રસ્ત!
Last Updated: 11:35 AM, 6 November 2026
ADVERTISEMENT
તહેવારના દિવસે બનેલી આ દુઃખદ ઘટનાથી ડૉક્ટર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગાંધીનગરથી વડનગર તરફ જઈ રહેલી કાર રસ્તામાં અકસ્માતનો ભોગ બની હતી. અચાનક નીલગાય વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર ગરનાળાની દીવાલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર મહિલા ડૉક્ટરને જીવ ગુમાવવો પડ્યો હતો. જ્યારે કાર ચલાવી રહેલા અન્ય ડૉક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામના પાટિયા નજીક આ અકસ્માત થયો હતો. ગાંધીનગરથી વડનગર તરફ જઈ રહેલી કાર અચાનક અકસ્માતનો ભોગ બની હતી. રસ્તા પર નીલગાય આડી ઉતરતાં કારચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ગરનાળાની દીવાલ સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
અકસ્મતમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડૉક્ટર વિશ્રુતિબેન ધાનાણીનું મોત થયું છે. તેઓ મૂળ સુરતનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ધનતેરસના દિવસે બનેલી આ ઘટનાથી તેમના પરિવાર અને સહકર્મીઓમાં શોક છવાયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 10 નવેમ્બર બાદ સાથે બેસીને વાત કરીશું, હોસ્પિટલમાં શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો!
ADVERTISEMENT
કાર ચલાવી રહેલા અન્ય સાથી ડૉક્ટર સાહિલ ઓઝાને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કારને પણ ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિસનગર પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને અન્ય વિગતો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ