ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદના ઢસા ગામની સીમમાં સિંહ દેખાતાં ફફડાટ, કપાસના ખેતરની વચ્ચે બેઠો, વન વિભાગની ટીમ દોડી આવી
Last Updated: 09:24 PM, 5 November 2026
ADVERTISEMENT
સિંહ હવે જંગલ વિસ્તાર છોડીને ખેતરમાં આવવાની ઘટનાઓ વધી રહી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. બોટાદના ઢસા ગામની સીમમાં સિંહની દહેશતથી ફફડાટ વ્યાપ્યો છે. જલાલપુર રોડ પર વાડી વિસ્તારમાં આવેલા કપાસના ખેતરમાં સિંહની જોડી દેખાઈ હતી. બે સિંહ વચ્ચેની લડાઈમાં એક સિંહ ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
મજૂરોએ સિંહ જોતાં વનવિભાગના અધિકારીઓ આવ્યાં
વાડીમાં આવેલા કપાસના પાકમાં સિંહ બેઠો હોવાની જાણકારી મળી છે. આ ઘટનાની જાણ થતાંવન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગ ઘાયલ સિંહની ગંભીર સ્થિતિ જોઈ તેનું રેસ્ક્યૂ કરશે.
ADVERTISEMENT
વધુ વાંચો : ''કોર્ટને માછલી બજાર સમજીને રાખી છે?'', જંતર-મંતર પ્રદર્શન સંબંધિત અરજીઓ પર CJIની ફિટકાર
જરુર જણાશે તો સિંહનું કરાશે રેસ્ક્યૂ
ADVERTISEMENT
હાલ સિંહની સ્થિતિ અને તેની આસપાસના વિસ્તાર અંગે તપાસ ચાલી રહી છે. જરૂર જણાશે તો વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.