ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ચૂંટણી પંચે આ 6 રાજ્યોમાં SSRના પ્રારંભની ઘોષણા કરી, 21 જાન્યુઆરી સુધી તૈયાર થઈ જશે ફાઈનલ મતદાર યાદી
Last Updated: 04:56 PM, 5 November 2026
ADVERTISEMENT
દેશમાં મતદાર યાદીને લઈને ચૂંટણી પંચે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે આ માટે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR)ની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લાયક મતદારોનાં નામ યાદીમાં સામેલ કરવાનો, ખોટી વિગતો સુધારવાનો અને ખાસ કરીને યુવા તથા પ્રથમ વખત મતદાન કરનારા નાગરિકોને મતાધિકારની પ્રક્રિયા સાથે જોડવાનો છે.
ADVERTISEMENT
આ નવી પ્રક્રિયા હેઠળ અંતિમ મતદાર યાદી 21 જાન્યુઆરી 2027ના રોજ જાહેર કરવામાં આવશે. એટલે કે જે નાગરિકોનું નામ હજુ સુધી મતદાર યાદીમાં નથી કે જેમની વિગતોમાં કોઈ ભૂલ છે, તેમના માટે આ એક મહત્વની તક બની શકે છે.
કયા ચાલશે અભિયાન?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આ વખતે 6 સ્થળોએ મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવિઝન કરવામાં આવશે. જેમાં અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ઓડિશા, સિક્કિમ,ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનો સમાવેશ થશે.
ADVERTISEMENT
કાર્યક્રમની મહત્વની તારીખો
આ પ્રક્રિયા હેઠળ જે લોકો 1 એપ્રિલ 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027ના રોજ 18 વર્ષના થશે અને મતદાન કરવા પાત્ર બનશે તેઓ પણ અગાઉથી અરજી કરી શકશે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ મતદાર યાદીનો ડ્રાફ્ટ 30 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે અંતિમ મતદાર યાદી 21 જાન્યુઆરી 2027ના રોજ જારી કરવામાં આવશે.
બીજા રાજ્યોમાં ક્યારે શરૂ થશે પ્રક્રિયા?
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે દેશનાં તમામ રાજ્યોમાં આ પ્રક્રિયા એકસાથે શરૂ કરવામાં આવી રહી નથી. જેમાં આંધ્રપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, દિલ્હી, ત્રિપુરા અને તેલંગાણામાં SIRની કામગીરી ચાલુ છે કે તાજેતરમાં પૂરી થઈ છે. આ વિસ્તારો માટે SSRનું અલગ સમયપત્રક જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અગાઉ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ SSRની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
SSR અને SIR વચ્ચે શું છે તફાવત?
મતદાર યાદી સુધારવાની આ બંને પ્રક્રિયાઓ એકબીજાથી અલગ છે. સ્પેશિયલ સમરી રિવિઝન (SSR)માં હાલની મતદાર યાદીને આધારે નવા લાયક મતદારોનાં નામ ઉમેરવા, વિગતોમાં સુધારા કરવા અને નિયમ મુજબ વાંધાઓનું નિરાકરણ લાવવાનું કામ થાય છે. જ્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં મતદાર યાદીની વધુ વ્યાપક ચકાસણી કરવામાં આવે છે. એટલે કે SSRનો મુખ્ય ભાર હાલની યાદીને અપડેટ કરવા પર છે, જ્યારે SIRમાં મતદાર વિગતોની વિસ્તૃત તપાસનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો