ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અમેરિકામાં વૃદ્ધો સાથે સાયબર ઠગાઈ-મની લોન્ડરિંગ કેસમાં ભારતીય નાગરિકને 8 વર્ષની જેલ, પીડિતોને ₹21 કરોડનું વળતર ચૂકવવા આદેશ!
Last Updated: 11:05 AM, 5 November 2026
ADVERTISEMENT
અમેરિકામાં મની લોન્ડરિંગના કેસમાં ભારતીય નાગરિક અહમદ મકબૂલ સૈયદને મોટી સજા ફટકારવામાં આવી છે. 60 વર્ષીય સૈયદને કોર્ટે 96 મહિના એટલે કે 8 વર્ષની જેલની સજા સંભળાવી છે. તપાસમાં સામે આવ્યું હતું કે તે વૃદ્ધ નાગરિકો સાથે સાયબર ઠગાઈ કરનારા એક ગેંગ સાથે જોડાયેલો હતો. આ ગેંગ અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં રહેતા વૃદ્ધોને નિશાન બનાવતી હતી અને તેમની સાથે લાખો ડોલરની છેતરપિંડી કરતી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સાયબર ઠગ ગેંગના સભ્યો ખૂબ જ ચાલાકીથી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. ઠગો ક્યારેક ટેક સપોર્ટ કર્મચારી બનીને તો ક્યારેક સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને વૃદ્ધોને ફોન કરતા હતા. ત્યારબાદ અલગ-અલગ બહાનાં બનાવી તેમને વિશ્વાસમાં લેતા અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. ખાસ કરીને વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા, કારણ કે ઠગો તેમની સાથે વિશ્વાસ કેળવીને સરળતાથી છેતરપિંડી કરી શકતા હતા.
ADVERTISEMENT
આ સમગ્ર ઠગાઈના નેટવર્કમાં અહમદ મકબૂલ સૈયદની ભૂમિકા ઠગાઈથી મેળવેલા પૈસાની હેરાફેરી કરવાની હતી. એટલે કે, ગેંગ દ્વારા વૃદ્ધો પાસેથી પડાવવામાં આવેલા નાણાંને અલગ-અલગ માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રીતે ઠગાઈની રકમને છુપાવવા અને તેની હેરાફેરી કરવામાં સૈયદ સામેલ હતો. આ જ ભૂમિકાને ધ્યાનમાં રાખીને અમેરિકાની કોર્ટે તેને મની લોન્ડરિંગના કેસમાં દોષિત ઠેરવી 96 મહિનાની જેલની સજા ફટકારી છે.
ADVERTISEMENT
આ ગેંગ વૃદ્ધો પાસેથી પૈસા પડાવવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવતી હતી. તેમાં ગિફ્ટ કાર્ડ, સોનું અને રોકડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઠગો વૃદ્ધોને એવી રીતે વિશ્વાસમાં લેતા કે તેઓ પોતાની બચતમાંથી મોટી રકમ આપી દેતા હતા. અમેરિકાના અનેક રાજ્યોમાં રહેતા વૃદ્ધો આ સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. કેટલાક લોકોએ તો જીવનભરની મહેનતથી ભેગી કરેલી બચત પણ ગુમાવી દીધી હતી.
ADVERTISEMENT
આ કેસમાં અમેરિકાની કોર્ટે સજા ફટકારવાની સાથે પીડિતોને રાહત આપતો મહત્વનો નિર્ણય પણ લીધો છે. કોર્ટે અહમદ મકબૂલ સૈયદને પીડિતોને 24 લાખ ડોલર પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ આશરે ₹21 કરોડ જેટલી થાય છે. આ નિર્ણયથી સાયબર ઠગાઈમાં પોતાની જીવનભરની બચત ગુમાવનારા વૃદ્ધોને ન્યાય મળવાની આશા જાગી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT