ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ! ટીમ ઈન્ડિયાના બોલરોએ મચાવ્યો કહેર, 185 રનમાં ઓલઆઉટ

IND vs NZ / ન્યૂઝીલેન્ડની હાલત ખરાબ! ટીમ ઈન્ડિયાના બોલરોએ મચાવ્યો કહેર, 185 રનમાં ઓલઆઉટ

Published By: Nirav Kumar

Last Updated: 11:11 AM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરોએ એવો તરખાટ મચાવ્યો કે કિવી બેટરોને ક્રિઝ પર ટકવું મુશ્કેલ બની ગયું અને 185ના સ્કોરે ઓલઆઉટ થઇ ગયું. અર્શદીપ સિંહથી લઈને અંશુલ કંબોજ સુધીના બોલરોએ વિકેટોની લાઇન લગાવી દીધી છે.

ADVERTISEMENT

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહ્યો છે. 4 નવેમ્બરે રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન શુભમન ગિલનો આ નિર્ણય ભારતીય બોલરોએ એકદમ સાચો સાબિત કર્યો છે. કિવી ટીમની બેટિંગ લાઇનઅપ ભારતીય બોલરો સામે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે.

અર્શદીપ સિંહે શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડને આપ્યા બે ઝટકા

ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતાં શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. તેણે પાંચમી ઓવરમાં વિલ યંગને 9 રનના અંગત સ્કોરે આઉટ કર્યો હતો. શ્રેયસ અય્યરે તેનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ અર્શદીપે હેનરી નિકોલ્સને પણ વધારે સમય ક્રિઝ પર ટકવા દીધા નહોતા. નિકોલ્સ 9 રન બનાવીને નમન ધીરના હાથે કેચ આઉટ થયો હતો. આમ ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી.

ગુરનૂર બરારે પણ બતાવ્યો પોતાનો દમ

ભારતીય બોલિંગ આક્રમણમાં ગુરનૂર બરારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટીમના આક્રમક બેટર ટિમ સીફર્ટને 38 રનના સ્કોરે પેવેલિયન મોકલ્યો હતો. હજુ ન્યૂઝીલેન્ડની ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલાં જ ગુરનૂર બરારે ટોમ લાથમને પણ આઉટ કરી દીધો હતો. લાથમ માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ સતત વધતી ગઈ હતી.

રોહિત શર્માના એક થ્રોએ મચાવી હલચલ

મેચમાં રોહિત શર્માએ પોતાની ફિલ્ડિંગથી પણ કમાલ કરી હતી. ડેરિલ મિચેલ 28 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે રોહિતના શાનદાર થ્રોએ તેને રનઆઉટ કરી દીધો હતો. 97 રનના સ્કોરે પાંચમી વિકેટ પડતાં ન્યૂઝીલેન્ડની ટીમ વધુ દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ એક પછી એક વિકેટ લઈને કિવી ટીમને મોટો સ્કોર બનાવવાથી રોકી હતી.

અંશુલ કંબોજે સેન્ટનર સહિત બે ખેલાડીઓને કર્યા આઉટ

અંશુલ કંબોજે પણ પોતાની બોલિંગથી પ્રભાવ પાડ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરને માત્ર 4 રનના સ્કોરે બોલ્ડ કર્યો હતો. સેન્ટનર 16 બોલ રમ્યા છતાં ખાસ કંઈ કરી શક્યો નહોતો. ત્યારબાદ અંશુલ કંબોજે નાથન સ્મિથને પણ આઉટ કર્યો હતો. વિરાટ કોહલીએ તેનો કેચ પકડીને ભારતીય ટીમને વધુ એક સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડને આઠમો ઝટકો કાયલ જેમીસનના રૂપમાં લાગ્યો હતો. અર્શદીપ સિંહની બોલિંગમાં જેમીસન વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.

બંને ટીમોની પ્લેઇંગ-11

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ.

વધુ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે 10 વન-ડે, જાણો ક્યાં અને ક્યારે ખેલાશે હાઈવોલ્ટેજ મેચ

ન્યૂઝીલેન્ડ: ટિમ સીફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી અને બ્લેર ટિકનર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Team India vs New Zealand IND vs NZ Score India vs New Zealand

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ