ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતભરમાં કેફેની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર SMCના દરોડા, અનેકની અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 08:55 AM, 4 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ગેરકાયદે હુક્કાબારનો ધંધો કરતા સંચાલકો સામે SMCએ સપાટો બોલાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સરખેજ, એલિસબ્રિજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં SMCની ટીમે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબાર સામે દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
SMCની ટીમે ગાંધીનગરના ભાઈજીપુરા ફ્લાયઓવર નજીક આવેલા ટેમ્પેશન કાફેમાં દરોડો પાડ્યો હતો. અહીં તપાસ દરમિયાન હુક્કાબારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પેશન કાફેમાંથી કુલ 12 ગ્રાહકો અને કાફેના સંચાલકની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાદ અન્ય સ્થળોએ પણ SMCની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદના ગુજરાત કોલેજ રોડ પર આવેલા TC’s લાઉન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં પણ SMCએ દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદે હુક્કાબારની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા હુક્કાબારમાંથી પોલીસે રૂ. 1.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 40 હુક્કા અને 577 ફ્લેવરના પેકેટ પણ કબજે કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
SMCની કાર્યવાહી દરમિયાન ઝુંડાલ સર્કલ પાસે આવેલા કિંગ્સ કાફેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. એક પછી એક સ્થળોએ દરોડા પડતાં ગેરકાયદે હુક્કાબાર ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની તક, એપણ ઉચ્ચ પગાર ધોરણવાળી, મેળવો વિગત
ADVERTISEMENT
અમદાવાદના સરખેજના થલતેજ વિસ્તારમાં આવેલા જેકલ લાઈવ કેફેમાં પણ SMCની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં પણ ગેરકાયદે હુક્કાબારની પ્રવૃત્તિ અંગે તપાસ કરવામાં આવી હતી. શહેર અને ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ચારેય સ્થળેથી કુલ રૂ. 2.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો