ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિવાળી દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સુપ્રીમ કોર્ટે બહાર પાડી ગાઈડલાઈન્સ
Last Updated: 06:54 PM, 3 November 2026
ADVERTISEMENT
ફટાકડા ફોડવા અને વેચાણ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફક્ત ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. તે ઉપરાંત નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં રાત્રે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. ગાઈડલાઈન્સમાં ઓનલાઈન ફટાકડાના વેચાણ પર અને જાહેર સ્થળોએ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર રોક લગાવાઈ છે. હોસ્પિટલ ,શાળા ,ધાર્મિક સ્થળો અને કોર્ટની આસપાસ 100 મીટર વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. જોઈન્ટ અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજ્યમાં જિલ્લાવાર કલેક્ટરોને જાહેરનામું બહાર પાડવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
કોર્ટે શું આપ્યા નિર્દેશ?
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેંચે સ્પષ્ટ કર્યું છે કે, હૉસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને સાયલન્સ ઝોનના 300 મીટરના દાયરામાં ફટાકડા ફોડવાની મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ 'નો-ક્રેકર ઝોન' જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : IPLમાં સૌથી મોટો ફેરફાર, હાર્દિક પંડ્યા હવે આ ટીમ સાથે જોડાશે, MIને મળશે 2 નવા ખેલાડી
શું હોય છે ગ્રીન ફટાકડા?
ADVERTISEMENT
ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાના સરખામણીએ અંદાજે 30 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેને CSIR-NEERI દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તેમાં બેરિયમ નાઇટ્રેટ જેવા ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.