ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દીકરી સોંપી દો', રાજકોટના વિંછીયામાં યુવતી ભાગી જતાં પરિવારજનોએ યુવકનું ઘર સળગાવી દીધું
Last Updated: 07:31 PM, 3 November 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામે વાડી વિસ્તારમાં 15 થી 20 લોકો તીક્ષ્ણ હથિયાર અને પેટ્રોલ ડીઝલ સાથે ઘસી આવ્યા હતા અને યુવતી ને ભગાડી જનાર યુવકનું ઘર સળગાવી દીધું હતું યુવક અને યુવતી રાજકોટ મેટોડા જી આઈ ડી સી માં એક કારનામા સાથે કામ કરતા બને 31તારીખ ના સુરત કોર્ટ માં પ્રેમ લગ્ન કરી લેતા વિવાહ સર્જાયો હતો.
ADVERTISEMENT

ભાગી જતાં યુવતીના પરિવારજનોએ યુવકનું ઘર સળગાવી દીધું હતું જેને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પેટ્રોલ ડીઝલથી મકાન સળગાવી દીધું
વિંછીયા તાલુકાના છાસિયા ગામનો 22 વર્ષીય યુવક તેજ ગામની 20 વર્ષીય યુવતી ને 4 દિવસ પહેલા ભગાડી જતા યુવતી ના પરિવાર ના સભ્યો દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હતી કે અમારી દીકરી અમને સોંપી દયો નહિતર મજા બગડી જશે ગઈકાલે સાંજે છ વાગે યુવતી ના પરિવારના 15 થી 20 સભ્યો 10 થી 15 બાઇક પર તીક્ષ્ણ હથિયાર અને પેટ્રોલ ડીઝલ સાથે ઘસી આવ્યા હતા અને યુવકના ઘર માં ઘૂસી ભાંગ તોડ કરી અને ખોરડા પર ચડી નળિયા ફોડી નાખ્યા હતા તેમજ યુવકનું મકાન સળગાવી દીધું હતું. જ્યારે 15 થી 20 લોકો નું ટોળુ યુવક ના ઘરે આવ્યું ત્યારે યુવકના માતા અને તેમના ભાભી ઘરે હતા યુવતીના પરિવાર દ્વારા તેમને પણ ધમકી મારવામાં આવી હતી કે તાત્કાલિક અમારી છોકરી અમને સોપી દયો નહિતર તમારા આખા પરિવારના હાથ તો ભાંગી નાખવામાં આવશે જ્યાં સુધી અમારી દીકરી અમને નહીં મળે ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રાખવામાં જ આવશે પરિવારના સભ્યો દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં 15 થી 20 લોકોના ટોળા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘ચૂંટણી ચોરીનું કાવતરું’નો આરોપ, જન મહાભિયોગમાં ખડગેનો દાવો, 13.2 કરોડ મતદારોનાં નામ હટાવ્યા!
બે પરિવાર વચ્ચે મોટો વિખવાદ
ADVERTISEMENT
પ્રેમપ્રકરણ ને લઈ ને નાના એવા છાસિયા ગામ માં બે પરિવાર વચ્ચે મોટો વિખવાદ થયો છે યુવક ના પરિવારના સભ્યો દ્વારા યુવતી ના પરિવારના 20 જેટલા સભ્યો વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વિંછીયા પોલીસ દ્વારા 8 જેટલા લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો