ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ‘ચૂંટણી ચોરીનું કાવતરું’નો આરોપ, જન મહાભિયોગમાં ખડગેનો દાવો, 13.2 કરોડ મતદારોનાં નામ હટાવ્યા!
Last Updated: 05:36 PM, 31 October 2026
ADVERTISEMENT
'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા આયોજિત જન મહાભિયોગ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખરગેએ ચૂંટણી ચોરીના મુદ્દે સીઈસી સામે કુલ 6 મોટા આરોપો મૂક્યા હતા.
ADVERTISEMENT
𝐑𝐞𝐬𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐅𝐨𝐫 𝐓𝐡𝐞 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐈𝐦𝐩𝐞𝐚𝐜𝐡𝐦𝐞𝐧𝐭 𝐎𝐟 𝐌𝐫. 𝐆𝐲𝐚𝐧𝐞𝐬𝐡 𝐊𝐮𝐦𝐚𝐫, 𝐂𝐡𝐢𝐞𝐟 𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧𝐞𝐫 𝐎𝐟 𝐈𝐧𝐝𝐢𝐚. 𝐓𝐇𝐄 𝐒𝐈𝐗 𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐒 𝐀𝐆𝐀𝐈𝐍𝐒𝐓 𝐇𝐈𝐌 👇 1️⃣ Conspired to Steal Elections 2️⃣ Deleted 13.2 Crore Voters 3️⃣ Rewrote Form 6 Without Parliamentary Oversight or Knowledge 4️⃣ Seized the Electoral Rolls Through ECINET 5️⃣ Shut Out the Other Two Commissioners 6️⃣ Acted at the Behest of Modi and Shah : Congress President Shri @kharge at the Public Impeachment of CEC Gyanesh Kumar
— Congress (@INCIndia) October 31, 2026
કાર્યક્રમમાં સંબોધન કરતા ખરગેએ જણાવ્યું હતું કે આજે મત આપવાનો અધિકાર જોખમમાં મુકાયો છે અને અમે લોકતંત્રની રક્ષા માટે લડી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, 'સીઈસી જ્ઞાનેશ કુમાર વડાપ્રધાન અને ગૃહમંત્રીના સીધા નિર્દેશો મુજબ ચૂંટણી પંચ ચલાવી રહ્યા છે. આજના સાત મહિના અગાઉ વિપક્ષના 193 સાંસદોએ સંસદના બંને ગૃહમાં સીઈસીને પદ પરથી હટાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અમારી નોટિસો રદ કરવામાં આવી અને તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તેથી, આજે અમે જે પ્રસ્તાવ લાવ્યા છીએ તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક સંવૈધાનિક સંસ્થાની ગરિમાને બચાવવાનો છે. સીઈસી સામે અમારે કોઈ અંગત અદાવત નથી, પરંતુ અમારો હેતુ એ છે કે ચૂંટણી પંચ સંવિધાનની ભાવનાને અનુરૂપ તટસ્થ બનીને કામ કરે જેથી સામાન્ય નાગરિકોનો તેના પર વિશ્વાસ અકબંધ રહે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે વંચિત વર્ગો, મહિલાઓ અને યુવાનોના મતદાનના અધિકારો દિલ્હીમાં બેઠેલી કોઈ વ્યક્તિ દ્વારા કમ્પ્યુટર દ્વારા ગુપ્ત રીતે હટાવી ન લેવાય.'
ADVERTISEMENT
मोदी सरकार ने 2014 से सत्ता पर कब्ज़ा करने के लिए हर तरह की साजिश की है। सांसद चोरी, पार्टी तोड़ना, सरकार चोरी, ED-CBI का इस्तेमाल और अब वोट चोरी। यानी- विपक्ष का वोट काटो और राज करो। ज्ञानेश कुमार इस 'वोट चोरी' को अंजाम दे पा रहे हैं, क्योंकि दिसंबर 2023 में 145 विपक्षी सांसदों को सस्पेंड करके एक बिल पास किया गया था, जिससे CEC को इम्युनिटी मिलती है। 2024 के लोकसभा चुनाव में महाराष्ट्र और हरियाणा में हमारा बेहतरीन प्रदर्शन था, लेकिन विधानसभा चुनावों में नतीजा पलट गया। कारण- चुनाव से पहले अवैध तरीके से वोट जोड़े गए और फिर सबके नाम हटा दिए गए। ये काम मोदी-शाह और ज्ञानेश मिलकर कर रहे हैं। : CEC ज्ञानेश कुमार के खिलाफ जन-महाभियोग में कांग्रेस अध्यक्ष श्री @kharge 📍 दिल्ली
— Congress (@INCIndia) October 31, 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારની આલોચના કરતા ખરગેએ આગળ જણાવ્યું હતું કે, 'વર્ષ 2014થી સત્તા હસ્તગત કરવા અને તેને ટકાવી રાખવા માટે દરેક સંભવિત ષડયંત્ર રચવામાં આવ્યા છે. તેમણે સાંસદોને તોડ્યા છે, રાજકીય પક્ષોને વિખેર્યા છે, સરકારો ઉથલાવી છે અને ઇલેક્ટોરલ બોન્ડ, ઈડી તથા સીબીઆઈનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને હવે તેઓ મત પણ ચોરી રહ્યા છે. અમારી પાસે મત ચોરીના આવા સેંકડો પુરાવાઓ મોજૂદ છે.'
आज से 7 महीने पहले विपक्ष के 193 सांसदों ने CEC को हटाने का प्रस्ताव दोनों सदन में रखा था, लेकिन हमारे नोटिस खारिज कर दिए गए। आज हम जो प्रस्ताव लाए हैं, वह एक संवैधानिक संस्था की गरिमा को बचाने के लिए है, क्योंकि CEC से हमारा कोई निजी बैर नहीं है। हम चाहते हैं कि चुनाव आयोग संविधान की भावना के अनुरूप निष्पक्षता से काम करे और जनता का भरोसा उसके ऊपर कायम रहे। इसलिए देश में हो रही 'वोट चोरी' को रोकने के लिए INDIA गठबंधन के सभी नेता, MPs और NGO के लोग एक साथ आए हैं। : CEC ज्ञानेश कुमार के खिलाफ जन-महाभियोग में कांग्रेस अध्यक्ष श्री @kharge 📍 दिल्ली
— Congress (@INCIndia) October 31, 2026
ADVERTISEMENT
'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર્સ (નિયુક્તિ, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023' નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ કાયદાના લીધે જ જ્ઞાનેશ કુમાર આ પ્રકારની ચોરીને અંજામ આપી રહ્યા છે. આ કાયદો ડિસેમ્બર 2023માં વિપક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરીને પાસ કરવામાં આવ્યો હતો, જે અત્યંત શરમજનક અને અપમાનજનક છે. આ કાયદો ચૂંટણી કમિશનરોને આજીવન સુરક્ષા કવચ પ્રદાન કરે છે, જેવું સુરક્ષા કવચ તો દેશના રાષ્ટ્રપતિ કે મુખ્ય ન્યાયાધીશ પાસે પણ નથી.
ADVERTISEMENT
भारत के संविधान में आर्टिकल-326 के तहत हमारे नागरिकों को जो वोट का अधिकार मिला, आज वह गंभीर खतरे में है। महात्मा गांधी जी, नेहरू जी, बाबा साहेब अंबेडकर जी, सरदार पटेल जी, मौलाना आजाद जी और अन्य स्वतंत्रता सेनानियों को इसके लिए बहुत मेहनत करनी पड़ी थी। इन महापुरुषों ने पहले हमें आजादी दिलाई, फिर लोकतंत्र को बचाने के लिए संविधान को बनाया। बाबा साहेब ने कहा था- वोट का अधिकार आम जनता की सबसे बड़ी ताकत है। इसी अधिकार से जनता सरकार बनाती है और हटाती है। लेकिन आज वह अधिकार खतरे में है, क्योंकि CEC ज्ञानेश कुमार सीधे प्रधानमंत्री और गृहमंत्री के निर्देश पर आयोग चला रहे हैं। : CEC ज्ञानेश कुमार के खिलाफ जन-महाभियोग में कांग्रेस अध्यक्ष श्री @kharge 📍 दिल्ली
— Congress (@INCIndia) October 31, 2026
ADVERTISEMENT
ખરગેએ આક્ષેપ કર્યો કે, 'ચૂંટણી પંચે રાતોરાત એસઆઈઆર (SIR) ની જાહેરાત કરી દીધી હતી. તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી, જેનો વાસ્તવિક હેતુ ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓના મત રદ કરવાનો હતો. મોદી સરકાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે બહારના લોકો અને ઘૂસણખોરોનું બહાનું આગળ ધરી રહી છે. તેમનો આરોપ છે કે અમે ઘૂસણખોરોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા એવી નથી. અમે તો માત્ર સાચા અને કાયદેસરના મતદારોના નામ યાદીમાં જળવાઈ રહે તેની વકીલાત કરી રહ્યા છીએ. અમે આ બધું તેમના હકોના સંરક્ષણ માટે કરી રહ્યા છીએ.'
बिहार में SIR के जरिए वोट चोरी का पहला प्रयोग हुआ। फिर इसे पूरे देश में BJP विरोधी वोटरों को डिलीट करने के लिए लागू किया गया। हम मृतकों को वोटर लिस्ट में बनाए रखने की पैरवी नहीं कर रहे हैं, उन्हें जरूर लिस्ट से हटाया जाना चाहिए। लेकिन मोदी सरकार बार-बार घुसपैठियों का बहाना देकर अपनी गलतियों को छिपाने का काम कर रही है। यानी- जो खुद ही चोर हैं, वो ही Democracy की हिफाजत करने वालों को डांट रहे हैं। हमने ECI तक मार्च किया। फिर राष्ट्रपति से मिले, मेमोरेंडम दिया। हम सुप्रीम कोर्ट भी गए और पिटीशन दी। हम कोशिश कर रहे हैं कि लोकतंत्र और चुनाव प्रणाली को बचाया जा सके और इसके लिए हमें सड़क पर भी आना पड़ा। : CEC ज्ञानेश कुमार के खिलाफ जन-महाभियोग में कांग्रेस अध्यक्ष श्री @kharge 📍 दिल्ली
— Congress (@INCIndia) October 31, 2026
⦿ CEC ज्ञानेश कुमार को तत्काल पद से हटाया जाए ⦿ 2023 का कानून रद्द किया जाए ⦿ SIR की प्रक्रिया तत्काल रोकी जाए : CEC ज्ञानेश कुमार के खिलाफ जन-महाभियोग में कांग्रेस अध्यक्ष श्री @kharge 📍 दिल्ली https://t.co/s6vbtZ2r2I
— Congress (@INCIndia) October 31, 2026
આ મહાભિયોગ કાર્યક્રમની શરૂઆતમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા મીરા કુમારે જણાવ્યું હતું કે, 'આવો નિર્ણય લેવાયો છે કે 'ઈન્ડિયા' ગઠબંધન એક બેઠક બોલાવશે, જેમાં જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી બરતરફ કરવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યસભામાં આ મહાભિયોગ પ્રસ્તાવ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગે રજૂ કરશે અને ત્યારબાદ તેઓ એક વિસ્તૃત નિવેદન પણ આપશે. આપણો દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા સહિત વિશ્વભરના રાષ્ટ્રો આપણા તરફ નજર માંડીને બેસે છે અને આપણા લોકતંત્રના મોડેલનું અનુકરણ કરે છે.'
આ પણ વાંચોઃ National / ''SIR પ્રક્રિયા પૂર્ણ થવાનો અર્થ એ નથી કે...'', સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટીકરણ
તેમણે આગળ ઉમેર્યું કે આપણી લોકશાહી ચૂંટણીઓની તાકાતના બળે ચાલે છે, અને આ ચૂંટણી શક્તિના કેન્દ્રબિંદુમાં મતદારની આત્મા વસે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાર જ મુખ્ય કેન્દ્રબિંદુ હોય છે. જો કોઈ એક પણ મતદારને મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવે, તો તે આપણા લોકતંત્રની આત્મા પર સીધો પ્રહાર સમાન છે. કોઈપણ નાગરિકને મત આપવાથી રોકવું એ આપણી લોકશાહી વ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો