ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આર્ટિસ્ટ સીમા પટેલના 'શ્રીનાદ'માં કલા અને આદ્યાત્મિક્તાનો સંગમ, અર્પણ કર્મા ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યની શરૂઆત

અમદાવાદ / આર્ટિસ્ટ સીમા પટેલના 'શ્રીનાદ'માં કલા અને આદ્યાત્મિક્તાનો સંગમ, અર્પણ કર્મા ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યની શરૂઆત

Published By: Vishal Khamar

Last Updated: 06:19 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'શ્રી નાદ' આર્ટ એક્ઝિબિશન દ્વારા લોકોને સુખ, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ કરાવવાની સાથે જરૂરિયાતમંદોની મદદ માટે 'અર્પણ કર્મા ફાઉન્ડેશન'ની પણ શરૂઆત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરના ઘંટનો અવાજ, માતાના પાયલનો રણકાર અને કૃષ્ણની વાંસળી વચ્ચે શું સંબંધ હોઈ શકે? આ બધા અવાજો સાંભળવામાં અલગ છે, પરંતુ તેમાં એક એવી શક્તિ છુપાયેલી છે, જે આપણા મન અને આત્માને સ્પર્શે છે. આ જ શક્તિને કલા દ્વારા રજૂ કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે કલાકાર સીમા પટેલે. તેમના 'શ્રીનાદ' આર્ટ એક્ઝિબિશનમાં માત્ર સુંદર કલાકૃતિઓ જ નહીં, પરંતુ આસ્થા, આદ્યાત્મિક્તા, મનની શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ પણ થશે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શન સાથે સીમા પટેલ એક એવા સેવાકાર્યની શરૂઆત કરી રહ્યા છે, જેનો હેતુ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને ખુશીઓ લાવવાનો છે.

શું છે 'શ્રીનાદ' પાછળનો વિચાર?

કલાકાર સીમા પટેલના વિચારમાંથી 'શ્રીનાદ'નો જન્મ થયો છે. માણસની આત્મા અને અનંત બ્રહ્માંડ વચ્ચે રહેલા એવા સંબંધને સમજવાનો આ એક પ્રયાસ છે, જે દેખાતો નથી, પરંતુ અનુભવી શકાય છે. આપણા શરીરમાં રહેલી ઊર્જા અને સમગ્ર બ્રહ્માંડને જોડતી શક્તિને તેમણે પોતાની કલા દ્વારા રજૂ કરી છે. આ કલાકૃતિઓમાં પવિત્ર ભૌમિતિક આકારો એટલે કે સેક્રેડ જ્યોમેટ્રી અને શરીરના ચક્રોનું ખાસ મહત્વ છે. દરેક આકાર અને ડિઝાઇન પાછળ ઊર્જા, શાંતિ અને આદ્યાત્મિક્તાનો એક સુંદર વિચાર રહેલો છે.

મંદિરનો ઘંટનાદ હોય કે કૃષ્ણની વાંસળી, દરેકમાં છે એક નાદ

'નાદ' એટલે માત્ર અવાજ નહીં, પરંતુ એક એવી લાગણી જે સીધી આપણા મન સુધી પહોંચે છે. નાદ એટલે મંદિરના ઘંટનો અવાજ, માતાના પાયલનો રણકાર, પંખીઓનો કલરવ, ભગવાન કૃષ્ણની વાંસળી અને માતા સરસ્વતીની વીણા. નાદ એટલે હનુમાનજીની હોંક અને ક્યારેક ભગવાન રામે છોડેલા તીરની ગુંજ. આ બધા અવાજો અલગ છે, પરંતુ તેમાં રહેલો નાદ એક છે. દરેક જીવની અંદર પણ એક અંતરનાદ રહેલો છે. આ અંતરનાદ, અંદરની ઊર્જા, સુવર્ણનું તેજ અને આસ્થાનો સુંદર સમન્વય એટલે 'શ્રી નાદ'.

આત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધને રજૂ કરતી કલા

'શ્રીનાદ'નો મુખ્ય વિચાર એ માન્યતા સાથે જોડાયેલો છે કે નાદ એ સૃષ્ટિનો પહેલો ધ્વનિ છે. એક એવી સતત ચાલતી ઊર્જા, જેમાંથી સમગ્ર સૃષ્ટિની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ નાદ માણસની આત્માને બ્રહ્માંડની ઊર્જા સાથે જોડે છે. સીમા પટેલે પોતાની કલાકૃતિઓમાં આ વિચારને સુંદર રીતે રજૂ કર્યો છે. દરેક આકાર, પેટર્ન અને તેની પાછળનો વિચાર માણસને પોતાની અંદર રહેલી શક્તિને ઓળખવા માટે પ્રેરણા આપે છે.

ચક્રો અને સેક્રેડ જ્યોમેટ્રીનું ખાસ મહત્વ

આ એક્ઝિબિશનમાં શરીરના ચક્રો અને સેક્રેડ જ્યોમેટ્રીને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ચક્રો માણસની અંદર રહેલી ઊર્જા અને તેની આધ્યાત્મિક સફરને દર્શાવે છે. જ્યારે સેક્રેડ જ્યોમેટ્રી દ્વારા બ્રહ્માંડમાં રહેલી સુંદરતા, સંતુલન અને એકતાને રજૂ કરવામાં આવી છે. સીમા પટેલની દરેક કલાકૃતિ દર્શકોને માત્ર જોવાનો નહીં, પરંતુ કંઈક અનુભવવાનો મોકો આપે છે. આ કલા દ્વારા માણસ પોતાની અંદર રહેલી શાંતિ, લાગણીઓ અને ઊર્જા સાથે જોડાઈ શકે છે.

માત્ર આર્ટ એક્ઝિબિશન નહીં, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ

સીમા પટેલ માટે 'શ્રીનાદ' માત્ર આદ્યાત્મિક ચિહ્નો કે સુંદર કલાકૃતિઓનું પ્રદર્શન નથી. તેમના માટે આ એક એવી જગ્યા છે, જ્યાં માણસ થોડો સમય પોતાની જાત સાથે વિતાવી શકે, શાંતિનો અનુભવ કરી શકે અને પોતાના વિચારોને સમજી શકે. અહીં દરેક વ્યક્તિને અલગ અનુભવ થઈ શકે છે. કોઈને મનની શાંતિ મળે, કોઈને નવી પ્રેરણા મળે તો કોઈ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી શકે. આ પ્રદર્શનનો સાચો હેતુ લોકોના મનમાં સારી લાગણીઓ જગાડવાનો અને તેમને પોતાની જાત સાથે જોડવાનો છે. અહીં સુખ, શાંતિ, વૈભવ અને પોઝિટિવ એનર્જીનો એકસાથે અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

'શ્રીનાદ' સાથે 'અર્પણ કર્મા ફાઉન્ડેશન'ની નવી શરૂઆત

આ આર્ટ એક્ઝિબિશનની સૌથી ખાસ વાત એ છે કે કલાકાર સીમા પટેલ આ કાર્યક્રમ દ્વારા એક નવા સેવાકાર્યની શરૂઆત કરી રહ્યા છે. તેઓ 'અર્પણ કર્મા ફાઉન્ડેશન' નામની CSR પહેલ શરૂ કરી રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો અને તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. 'અર્પણ'નો અર્થ છે કોઈ સ્વાર્થ વગર આપવું. આ વિચાર સાથે સીમા પટેલ સમાજ માટે કંઈક સારું કરવાની નવી સફર શરૂ કરી રહ્યા છે.

નાનું યોગદાન પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે

અર્પણ કર્મા ફાઉન્ડેશન વિશે સીમા પટેલે જણાવ્યું કે,"મને અર્પણ નામની CSR પહેલની જાહેરાત કરતાં ગર્વ થાય છે. અર્પણ એટલે કોઈપણ સ્વાર્થ વગર આપવું. આ એક એવી પહેલ છે, જેમાં દરેક વ્યક્તિનું યોગદાન, પછી ભલે તે કેટલું પણ નાનું હોય, કોઈના જીવનમાં આશા, મદદ અને બદલાવ લાવવાનું એક પગલું બની શકે છે." આ પહેલ દ્વારા તેઓ લોકોમાં મદદ કરવાની ભાવના વધારવા માંગે છે. કોઈપણ વ્યક્તિનું નાનું યોગદાન પણ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે મોટી મદદ બની શકે છે. આ વિચાર સાથે કલા અને સમાજસેવાને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જ્યાં કલા, આસ્થા અને સેવા એકસાથે જોડાય છે

'શ્રીનાદ' એક એવું આર્ટ એક્ઝિબિશન છે, જ્યાં કલા માત્ર જોવાની વસ્તુ નથી, પરંતુ અનુભવવાની લાગણી છે. એક તરફ કલાકૃતિઓ દ્વારા આત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ અર્પણ કર્મા ફાઉન્ડેશન દ્વારા માનવતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સીમા પટેલની આ પહેલ બતાવે છે કે કલા માત્ર સુંદરતા રજૂ કરવા માટે જ નહીં, પરંતુ લોકોના વિચારો અને જીવનમાં સારો બદલાવ લાવવા માટે પણ એક માધ્યમ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Artist Sima Patel Arpan Karma Foundation Shree Naad Exhibition

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ