ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'જેલર 2'ની કમાણીને લાગ્યો જોરદાર ઝટકો, તો 'દ્રશ્યમ 3'...! જાણો કલેક્શન

Box Office Collection / 'જેલર 2'ની કમાણીને લાગ્યો જોરદાર ઝટકો, તો 'દ્રશ્યમ 3'...! જાણો કલેક્શન

Published By: Bijal Vyas

Last Updated: 11:37 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Friday Box Office Collection 30th October:શુક્રવારે 'જેલર 2'ની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે 'ઉડતા તીર'ની ગતિ પણ ધીમી પડી ગઈ છે. ગુરુવારની કમાણી અંગેનો અહેવાલ તમે અહીં જોઈ શકો છો.

ADVERTISEMENT

છેલ્લા બે અઠવાડિયાથી સિનેમાઘરોમાં જબરદસ્ત હિટ રહેલી 'જેલર 2' ની કમાણીમાં હવે ધીમી ગતિ જોવા મળી રહી છે. આ દરમિયાન, 'ઉડતા તીર' અને 'નવી નવેલી'થી લઈને 'પ્રહાર' જેવી અન્ય કેટલીક ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર આવક મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. આવો જોઈએ કે, આ શુક્રવારે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મે સૌથી સારું પ્રદર્શન કર્યું.

'જેલર 2'એ ત્રીજા શુક્રવારે ક્ટલુ કલેક્શન કર્યું?

રજનીકાંતની 'જેલર 2' એ તેના પ્રથમ સપ્તાહમાં 334.35 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા સપ્તાહમાં તેનો વ્યવસાય 95.20 કરોડ રુપિયા રહ્યો હતો. હવે આ ફિલ્મ તેના ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે અને તેની કમાણીની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે.

સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'જેલર 2'એ તેની રિલીઝના 16મા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે 5.50 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે, 16 દિવસમાં તેની કુલ ચોખ્ખી કમાણી હવે 435.40 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

'ઉડતા તીર' એ બીજા ફ્રાઇડે કેટલી કરી કમાણી?

આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર'નું પ્રથમ સપ્તાહ સારું રહ્યું અને તેણે 30.90 કરોડ રુપિયાની કમાણી કરી. દરમિયાન, બીજા શુક્રવારે તેની કમાણીમાં થોડો વધારો જોવા મળ્યો હતો.

Udata teer

સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'ઉડતા તીર'એ તેની રિલીઝના 8મા દિવસે એટલે કે બીજા શુક્રવારે 2.85 કરોડ રુપિયાની કમાણી કરી. આ સાથે, 8 દિવસમાં તેની કુલ નેટ કમાણી હવે 33.75 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

પ્રહારે ત્રીજા ફ્રાઇડે કેટલી છે કિંમત?

રાજકુમાર રાવની ફિલ્મ 'પ્રહાર'ને સિનેમાઘરોમાં પ્રદર્શિત થયાના બે અઠવાડિયાં પૂર્ણ થઈ ગયાં છે. કોર્ટરૂમ ડ્રામા પ્રકારની આ ફિલ્મનું બોક્સ ઓફિસ પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે; તેણે પ્રથમ અઠવાડિયામાં 17.15 કરોડ રુપિયા અને બીજા અઠવાડિયામાં 4.42 કરોડ રુપિયા ની કમાણી કરી હતી. ફિલ્મ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી છે, ત્યારે ત્રીજા શુક્રવારે તેની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર,'પ્રહાર' ફિલ્મે તેની રિલીઝના 15મા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે 0.27 કરોડ રુપિયાની કમાણી કરી છે.આ સાથે, 15 દિવસમાં તેની કુલ ચોખ્ખી કમાણી હવે 21.84 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

નઇ નવેલીએ ત્રીજા શુક્રવારે કેટલી કમાણી કરી?

યામી ગૌતમની 'નઈ નવેલી'એ બોક્સ ઓફિસ પર ઠીક-ઠાક પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં 22.15 કરોડ રુપિયાની કમાણી કરી, જ્યારે બીજા અઠવાડિયામાં તેની કમાણી 3.65 કરોડ રુપિયા રહી. હવે આ ફિલ્મ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે. જ્યાં સુધી તેની કમાણીની વાત છે તો...

nai naveli

સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'નવી નવેલી'એ તેની રિલીઝના 15મા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે 0.20 કરોડની કમાણી કરી છે.

આ સાથે, 15 દિવસમાં તેની કુલ નેટ કમાણી હવે 26 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે.

'દ્રશ્યમ 3' એ તેના પાંચમા શુક્રવારે કેટલી કમાણી કરી?

'દ્રશ્યમ 3' તેની રિલીઝના પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે અને હજુ પણ કમાણી કરી રહી છે. જોકે, હવે તેની કમાણી ઘટીને 'લાખો'ના આંકડા સુધી સીમિત થઈ ગઈ છે. જ્યાં સુધી ફિલ્મની કમાણીનો સવાલ છે.

આ પણ વાંચોઃ ઈથામાં ‘લાવણી ક્વિન’ બનીને છવાઇ ગઇ શ્રદ્ધા કપૂર, ટ્રેલર જોઇ ફેન્સ બોલ્યા નેશનલ એવોર્ડ મળવો જ જોઇએ!

સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ 'દ્રશ્યમ 3' એ તેની રિલીઝના 29મા દિવસે એટલે કે પાંચમા શુક્રવારે 93 લાખ રુપિયાની કમાણી કરી. આ સાથે, 29 દિવસોમાં તેની કુલ ચોખ્ખી કમાણી હવે 373.93 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Friday Box Office Collection Big Actors Films Bollywood

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ