ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / SOUના ચરણ પૂજનથી લઇને..., જાણો PM મોદીના બીજા દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

ગુજરાત / SOUના ચરણ પૂજનથી લઇને..., જાણો PM મોદીના બીજા દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

Published By: Jinal Chauhan

Last Updated: 08:07 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે એકતાનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂજા કર્યા બાદ તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ADVERTISEMENT

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતાનગરમાં તૈયાર કરવામાં આવેલા નવા પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. તેમના કાર્યક્રમમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને બોન્સાઈ ગાર્ડનની મુલાકાત પણ સામેલ છે. સાંજે તેઓ ભવ્ય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

સવારે 8:45 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના

વડાપ્રધાન મોદી સવારે 8:45 વાગ્યે સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે.

સવારે 9:00થી 9:10 વાગ્યા સુધી ચરણ પૂજન

સવારે 9:00થી 9:10 વાગ્યા દરમિયાન વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કરશે. આ દરમિયાન તેઓ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની આ મુખ્ય શરૂઆત રહેશે.

સવારે 9:15થી 9:30 વાગ્યા સુધી વિકાસકાર્યોનું લોકાર્પણ

ચરણ પૂજન બાદ સવારે 9:15થી 9:30 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરવામાં આવશે. એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ આ કાર્યક્રમનો ભાગ રહેશે.

સવારે 9:35 વાગ્યે વિસ્ટાડોમ બસમાં સફર

સવારે 9:35 વાગ્યે વડાપ્રધાન નવી વિસ્ટાડોમ બસમાં બેસીને રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ સુધી પહોંચશે. આ બસની સફર દરમિયાન તેઓ એકતાનગરના પ્રવાસન વિસ્તારનો અનુભવ કરશે.

સવારે 9:40થી 10:00 વાગ્યા સુધી રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાત

સવારે 9:40થી 10:00 વાગ્યા દરમિયાન વડાપ્રધાન રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. આ પ્રોજેક્ટ એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધારો કરશે. અહીં તેઓ પ્રોજેક્ટની ખાસિયતો અને પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ નિહાળશે.

સવારે 10:00થી 10:30 વાગ્યા સુધી બોન્સાઈ ગાર્ડનની મુલાકાત

રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ બાદ વડાપ્રધાન સવારે 10:00થી 10:30 વાગ્યા સુધી બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે. અહીં વિવિધ પ્રકારના બોન્સાઈ છોડ અને બગીચાની વ્યવસ્થા નિહાળશે.

vtv app promotion

આ પણ વાંચોઃ એકતાનગરમાં ભારત પર્વનું ઉદ્ઘાટન, આનંદમઠનું ભવ્ય મંચન અને નર્મદા મહાઆરતી, જાણો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ

સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રોકાણ

બોન્સાઈ ગાર્ડનની મુલાકાત બાદ વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે સર્કિટ હાઉસ પહોંચશે. અહીં તેઓ સાંજે 5:10 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ સાંજના મુખ્ય કાર્યક્રમ માટે રવાના થશે.

સાંજે 5:15 વાગ્યે એકતા પથ જવા રવાના

સાંજે 5:15 વાગ્યે વડાપ્રધાન સર્કિટ હાઉસથી એકતા પથ જવા રવાના થશે. અહીં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંજે 5:30થી 7:40 વાગ્યા સુધી એકતા પરેડમાં ભાગ લેશે

સાંજે 5:30થી 7:40 વાગ્યા સુધી વડાપ્રધાન એકતા પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં વિવિધ રાજ્યની પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય સુરક્ષા દળોના જવાનો ભાગ લેશે. પરેડમાં સુરક્ષા દળોની કામગીરી, શિસ્ત અને બહાદુરીની ઝલક જોવા મળશે.

આ ઉપરાંત વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ વખતની પરેડમાં નક્સલવાદ સામેની કામગીરી અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલા ફેરફારોને પણ રજૂ કરવામાં આવશે.

રાત્રે 8:00 વાગ્યે વડોદરા એરપોર્ટ જવા રવાના

એકતા પરેડમાં ભાગ લીધા બાદ રાત્રે 8:00 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

રાત્રે 9:10 વાગ્યે દિલ્હી જવા રવાના

વડોદરા એરપોર્ટ પહોંચ્યા બાદ રાત્રે 9:10 વાગ્યે વડાપ્રધાન વિમાન મારફતે દિલ્હી જવા રવાના થશે. આ સાથે તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસનું સમાપન થશે.

પ્રથમ દિવસની મુલાકાતમાં શું કર્યું?

PM નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એકતાનગરમાં ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે ‘આનંદમઠ’ની ભવ્ય નાટ્યપ્રસ્તુતિ નિહાળી, એકતા પ્રકાશ પર્વની મુલાકાત લીધી અને નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો.

ektanagar-PM-Modi

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Statue of Unity PM Modi Gujarat Visit

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ