ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / દિવાળીમાં મોંઘી ગિફ્ટ આપતા પહેલાં ચેતી જજો! ₹50 હજારથી વધુની ભેટ પર લાગી શકે છે ટેક્સ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / દિવાળીમાં મોંઘી ગિફ્ટ આપતા પહેલાં ચેતી જજો! ₹50 હજારથી વધુની ભેટ પર લાગી શકે છે ટેક્સ

Last Updated: 01:20 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળીમાં પરિવાર, મિત્રો અને કર્મચારીઓને મોંઘી ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો? તો સાવધાન થઇ જાવ. જેમાં 50 હજારથી વધુની ભેટ અને રોકડ વ્યવહારને લઈને ઇન્કમ ટેક્સના કેટલાક નિયમો છે, જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે.

1/6

photoStories-logo

1. દિવાળી ગીફ્ટ

દિવાળી નજીક આવી રહી છે અને લોકો પરિવાર, મિત્રો, કલીગને ભેટ આપવાની તૈયારીમાં છે. પણ શું તમે જાણો છો કે ભેટ આપવા કે લેવા પર પણ ઇન્કમ ટેક્સના નિયમો લાગુ પડે છે? ચાલો સમજીએ કે કેટલી મોંઘી ભેટ આપી-લઈ શકાય અને ક્યારે ટેક્સ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મિત્રો કે બિન-સગાં તરફથી મળેલી ભેટ

એક નાણાકીય વર્ષમાં મિત્રો કે બીજા બિન-સગાં પાસેથી મળેલી કુલ ભેટ જો 50,000 રૂપિયાથી ઓછી હોય તો તે ટેક્સ-ફ્રી છે. આ મર્યાદા દરેક ભેટ પર અલગ નહીં, પરંતુ આખા વર્ષની કુલ કિંમત પર લાગુ પડે છે. જો કુલ મૂલ્ય 50,000 રૂપિયાથી વધી જાય તો આખી રકમ પર ટેક્સ લાગે છે માત્ર વધારાના ભાગ પર નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કંપની તરફથી કર્મચારીઓને મળતી ભેટ

1 એપ્રિલ 2026થી લાગુ નિયમ મુજબ કંપની તરફથી મળેલી નોન-કેશ ભેટ, ગિફ્ટ વાઉચર કે કૂપન જો વર્ષભરમાં કુલ 15,000 રૂપિયા સુધી હોય તો ટેક્સ-ફ્રી છે. આ લીમીટ વટાવી દે તો આખી રકમને અનુલાભ માનવામાં આવે છે અને તેના પર ટેક્સ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેશ ભેટ અને બોનસ

કંપની તરફથી મળેલી કોઈ પણ કેશ ભેટ કે દિવાળી બોનસ પહેલા રૂપિયાથી જ પૂર્ણપણે ટેક્સેબલ છે. તેને કર્મચારીની ટેક્સેબલ આવકમાં ઉમેરી દેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સગાં તરફથી મળેલી ભેટ

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 56(2) મુજબ માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અને બાળકો જેવા નજીકના સગાં તરફથી મળેલી ભેટ કોઈ પણ કિંમતની હોય તો પણ ટેક્સ-ફ્રી છે. જોકે કાકા બાપાના ભાઈ-બહેન જેવા સગાં આ કેટેગરીમાં આવતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મોટી રકમની કેશ ભેટનો અલગ નિયમ

કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં એક જ પ્રસંગે 2 લાખ રૂપિયા કે તેથી વધુની કેશ ભેટ સ્વીકારી શકતી નથી ભલે તે સગાં તરફથી મળી હોય. આ નિયમ તોડવા પર દંડ તરીકે મળેલી આખી રકમ જેટલો દંડ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2026 Income Tax Rules Diwali Gift Tax
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ