ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ, કર્ક-તુલા સહિત આ 6 રાશિઓ માટે ખુલશે પ્રગતિના નવા રસ્તા!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ, કર્ક-તુલા સહિત આ 6 રાશિઓ માટે ખુલશે પ્રગતિના નવા રસ્તા!

Last Updated: 09:38 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

31 ઓક્ટોબરે દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળી શકે છે.

1/5

photoStories-logo

1. ગુરુ ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધન, શિક્ષણ, સંતાન, ધર્મ અને ભાગ્યનો કારક માનવામાં આવે છે. હવે 31 ઓક્ટોબર 2026ના રોજ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુરુનું આ રાશિ પરિવર્તન આગામી આશરે 86 દિવસ સુધી તમામ 12 રાશિઓના જીવનમાં અલગ-અલગ પ્રકારના પ્રભાવ પાડી શકે છે. ખાસ વાત એ છે કે આ ગોચર દરમિયાન અમુક રાશિઓ માટે આર્થિક પ્રગતિ અને નવી તકોના સંકેત છે, જ્યારે અમુક રાશિના જાતકોએ ખર્ચ અને મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યારે થશે?

31 ઓક્ટોબર 2026ના રોજ ગુરુ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરનું એક ખાસ પાસું એ પણ છે કે ગુરુ સિંહ રાશિના મઘા નક્ષત્ર સાથે જોડાશે. જ્યોતિષમાં મઘા નક્ષત્રને પિતૃઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. પરિણામે પિતાની સંપત્તિ, વારસો, પરિવારની પ્રતિષ્ઠા અને જૂની મિલકત સાથે જોડાયેલી બાબતો ચર્ચામાં રહી શકે છે. જોકે શરૂઆતના દિવસોમાં દરેક કામમાં તરત સફળતા મળે એવું જરૂરી નથી. 16 નવેમ્બર 2026ના રોજ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ ગુરુના શુભ પ્રભાવમાં વધુ મજબૂતી આવવાની જ્યોતિષીય માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ રાશિઓ માટે અનુકૂળ

રહેશે મેષ રાશિને શિક્ષા, સંતાન અને સર્જનાત્મક કામોમાં લાભ મળી શકે છે. કર્ક રાશિને ધન, પારિવારિક સહયોગ અને વાણી સંબંધિત બાબતોમાં સુધારાના અવસરો. સિંહ રાશિને આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ. તુલા રાશિને ધનલાભ, નવા સંપર્કો અને ઇચ્છા પૂર્તિના મોકા. ધન રાશિને શિક્ષા, ભાગ્ય, ધર્મ અને લાંબી મુસાફરીમાં સકારાત્મક પરિણામ અને કુંભ રાશિને ભાગીદારી, વૈવાહિક જીવન અને વ્યવસાયિક સંબંધોમાં લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ રાશિઓને સાવધાની રાખવી પડશે

મકર અને મીન રાશિને ખર્ચ, કાર્યક્ષેત્ર અને નિર્ણયોમાં સાવધાની જરૂરી. વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિને પરિણામો મિશ્ર રહી શકે છે. કન્યા રાશિને આર્થિક નિર્ણયો, સ્વાસ્થ્ય અને અનાવશ્યક ખર્ચમાં સતર્ક રહેવું પડશે .

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guru Gochar Jupiter Transit Zodiac Signs Predictions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ