ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં દિવાળીએ મનપાની ઈમારતો પર નહીં થાય રોશની, માત્ર 11 બ્રિજ ઝળહળશે
Last Updated: 03:06 PM, 30 October 2026
ADVERTISEMENT
Surat Diwali Power Crisis : રાજ્યમાં વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આ વર્ષે દિવાળી દરમિયાન SMCની એકપણ ઈમારત પર લાઇટિંગ કરવામાં નહીં આવે. શહેરના મુખ્ય 11 બ્રિજ પર જ રોશની કરવામાં આવશે. આ નિર્ણય મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન સુરત મહાનગરપાલિકાની ઈમારતો સહિત શહેરના વિવિધ સ્થળોએ આકર્ષક લાઇટિંગ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે વીજળીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ અને વીજ વપરાશ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે મનપાની કોઈપણ ઈમારત પર રોશની નહીં થાય. માત્ર સુરતના મુખ્ય 11 બ્રિજને જ લાઇટિંગથી શણગારવામાં આવશે.
ADVERTISEMENT
મનપા દ્વારા કરવામાં આવતું લાઇટિંગ પણ મર્યાદિત સમય માટે ચાલુ રાખવામાં આવશે. સામાન્ય દિવસોમાં સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જ લાઇટિંગ ચાલુ રહેશે. જોકે, દિવાળીના દિવસે નાગરિકોની ઉજવણીને ધ્યાનમાં રાખીને આખી રાત રોશની ચાલુ રાખવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અગાઉ સમગ્ર શહેર અને મહાનગરપાલિકાની ઈમારતો પર દિવાળીની રોશની પાછળ આશરે ₹72 લાખનો ખર્ચ થતો હતો. આ વર્ષે માત્ર 11 બ્રિજ પર લાઇટિંગ કરવા માટે આશરે ₹10 લાખ ખર્ચવાનું આયોજન છે. આમ, લાઇટિંગનો વ્યાપ મર્યાદિત કરીને મહાનગરપાલિકા ખર્ચમાં ઘટાડો કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિવાળીની રોશની મર્યાદિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ