ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોડીનારની બે સગીરાઓ ઉનાવા દરગાહમાંથી મળી, મૌલવી સહિત ચારની ધરપકડ

ક્રાઇમ / કોડીનારની બે સગીરાઓ ઉનાવા દરગાહમાંથી મળી, મૌલવી સહિત ચારની ધરપકડ

Published By: Priykant Shrimali

Last Updated: 12:40 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unava Religious Conversion Allegation : કોડીનારની બે સગીરાઓને ઉનાવા લઈ જઈ ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ, મૌલવી સહિત 4ની ધરપકડ

ADVERTISEMENT

Unava Religious Conversion Allegation : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓ ગુમ થયા બાદ મહેસાણાના ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાંથી મળી આવતાં ચકચાર મચી છે. બંને સગીરાઓને ત્યાં લઈ જઈ તેમનાં નામ બદલવા, બુરખો પહેરાવવા અને કલમા પઢાવવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસનો પણ આરોપ છે. આ મામલે કોડીનાર પોલીસે દરગાહના મૌલવી સહિત ચાર લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

CCTV તપાસમાં ઉનાવા સુધી પહોંચ્યું પોલીસનું પગેરું

કોડીનારમાં બે સગીરાઓ ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે તપાસ કરતાં બંને સગીરાઓનું પગેરું મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ કોડીનાર પોલીસની ટીમ સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહ પહોંચી હતી. તપાસ દરમિયાન બંને સગીરાઓ દરગાહમાંથી બુરખો પહેરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બંનેને સુરક્ષિત કબજામાં લઈ કોડીનાર પરત લાવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા તેમની કાઉન્સેલિંગ અને પૂછપરછ કરવામાં આવી હતી.

નામ બદલવા અને ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ

મહિલા પોલીસની પૂછપરછ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે ધર્મપરિવર્તન કરાવવા સહિતના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સગીરાઓને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને તેમની ઓળખ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. એક સગીરાની બહેનપણીનું નામ બદલીને 'કાજી નાયરા' રાખવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરા RSSના આગેવાન જીગ્નેશભાઈ પરમાર સમક્ષ પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો જણાવતી જોવા મળે છે. જોકે, વીડિયોમાં કરાયેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવી જરૂરી છે.

કોડીનારથી ઉનાવા સુધીની મુસાફરી અંગે સગીરાએ શું કહ્યું?

સગીરાના જણાવ્યા મુજબ, બંને શરૂઆતમાં એક સગીરાના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગઈ હતી. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેને વેરાવળ જવા અને ત્યાંથી ગાંધીનગર પહોંચવા જણાવાયું હતું. સગીરાના દાવા પ્રમાણે, બંને વેરાવળથી જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચી હતી. ત્યાંથી તેની માતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઇન નાણાં મોકલ્યા બાદ દુકાનદારે રોકડા રૂ.1,000 આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી.

દરગાહમાં રોકાણ અને ફોનમાંથી સિમકાર્ડ કાઢ્યાનો દાવો

સગીરાના જણાવ્યા મુજબ, ઉનાવા રેલવે સ્ટેશન પરથી એક યુવક રિક્ષામાં બંનેને મીરા દાતાર દરગાહ લઈ ગયો હતો. ત્યાં તેમને દિવસ દરમિયાન દરગાહમાં બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરાજીના એક યુવકે બંને સગીરાઓના મોબાઇલમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હોવાનો પણ આક્ષેપ છે. જેથી પરિવારજનો અને પોલીસ તેમનું લોકેશન શોધી ન શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સગીરાએ વધુમાં દાવો કર્યો હતો કે તેને નામ બદલવા માટે કહેવામાં આવ્યું હતું. કોઈ નામ પૂછે તો પોતાની ઓળખ જાહેર ન થાય તે માટે આ પગલું ભરવાનું જણાવાયું હતું. એક 16 વર્ષના કિશોર સાથે લગ્ન કરાવી ત્યાં જ સ્થાયી થવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે.

આ પણ વાંચો : ભીલડીમાં ખેડૂતો-મહિલાઓ સાથે PM મોદીનો સંવાદ, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

મૌલવી સહિત ચાર આરોપીઓની ધરપકડ

આ સમગ્ર મામલે કોડીનાર પોલીસે ઉનાવાની મીરા દાતાર દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મામા, ધોરાજીના એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સગીરાઓનાં નિવેદનો, તેમની મુસાફરી, દરગાહમાં રોકાણ અને ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની કડીઓ તપાસી રહી છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને આવી જ બીજી ઘટનાઓ બની છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. જોકે, સમગ્ર ઘટનામાં કોની કેટલી સંડોવણી છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kodinar Minor Girls Unava Dargah Religious Conversion Allegation

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ