ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, 3 પાનાની સુસાઇડ નોટમાં સામે આવી ચોંકાવનારી વિગતો

ગુજરાત / વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, 3 પાનાની સુસાઇડ નોટમાં સામે આવી ચોંકાવનારી વિગતો

Published By: Nidhi Panchal

Last Updated: 10:54 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં માતા અને બે સંતાનોના સામૂહિક આપઘાત કેસમાં ત્રણ પાનાની સુસાઇડ નોટમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આર્થિક સંકડામણ, સ્વજનોના અવસાન અને 33થી 35 લાખ રૂપિયાની બાકી લોન વચ્ચે પરિવારે મકાન પણ વેચી દીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ADVERTISEMENT

એક તરફ 33થી 35 લાખ રૂપિયાનું દેવું, બીજી તરફ એક પછી એક સ્વજનોના અવસાનનું દુઃખ અને હોસ્પિટલ સારી રીતે ચાલે તે માટે ભગવાનને કરેલી પ્રાર્થના... વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવેલી વિગતો હૃદયદ્રાવક છે. 27 ઓક્ટોબરના રોજ 'ઝેપ્સ હેલ્થ કેર' કંપનીના માલિક 50 વર્ષીય આરતીબેન સોનીએ પોતાના મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે આપઘાત કર્યો હતો. પરિવારના ત્રણેય સભ્યોના મૃતદેહ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં બે પાના આરતીબેને અને એક પાનું તેમની દીકરી જેનીએ લખ્યું હતું. આ સુસાઇડ નોટના આધારે પરિવારની આર્થિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ અંગે મહત્વની વિગતો સામે આવી છે.

VDR-Soni

ACPએ જણાવ્યું, આર્થિક ભીંસ અને ડિપ્રેશનની વાત સામે આવી

સામૂહિક આપઘાત કેસ અંગે ACP જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, મૃતક પરિવારના ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેય સભ્યોના મોત ગળાફાંસો ખાવાથી થયા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક પોલીસ તપાસમાં આર્થિક સંકડામણ અને ડિપ્રેશન જેવા પરિબળો સામે આવ્યા છે. પરિવારના સભ્યો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં આરતીબેને બે પાના લખ્યા હતા, જ્યારે દીકરી જેનીએ એક પાનું લખ્યું હતું. પોલીસે આ નોટને તપાસનો મહત્વનો પુરાવો ગણાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

35 લાખની લોન ચૂકવવા મકાન પણ વેચી દીધું હતું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોની પરિવાર પર અંદાજિત 33થી 35 લાખ રૂપિયાની લોન બાકી હતી. આ રકમ ચૂકવવા માટે પરિવારે પોતાનું મકાન પણ વેચી દીધું હતું. જોકે, મકાનના વેચાણનો દસ્તાવેજ થવાનો હજુ બાકી હતો. ACP જી.બી. બાંભણીયાના જણાવ્યા અનુસાર, સુસાઇડ નોટમાં મકાન શૈલેષ પટેલને સોંપી દેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક સંકડામણમાંથી બહાર આવવા માટે પરિવારે મકાન વેચવાનો નિર્ણય લીધો હતો. જોકે, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ પરિવારના સગા-સંબંધીઓ અને સમાજના લોકોને આઘાતમાં મૂકી દીધા છે.

પતિ, માતા-પિતા અને ભાઈના અવસાનથી આરતીબેન દુઃખી હતાં

આરતીબેન સોનીના જીવનમાં અગાઉ એક પછી એક નજીકના સ્વજનોના અવસાન થયા હતા. તેમના પતિ, માતા-પિતા અને ભાઈનું અવસાન થતાં તેઓ માનસિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ACPના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોના અવસાનનું દુઃખ અને આર્થિક તંગીના કારણે પરિવાર ઊંડા ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. જોકે, આ ઘટનાના તમામ સંજોગો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દીકરી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હતું

સુસાઇડ નોટમાંથી પરિવારની ધાર્મિક આસ્થા અંગે પણ વિગતો સામે આવી છે. સોની પરિવારે હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે અને પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે ખાટુશ્યામ ભગવાનની બાધા રાખી હતી. આ ઉપરાંત દીકરી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હતું. પરિવાર પોતાની હોસ્પિટલનું સંચાલન સારી રીતે થાય તે માટે પ્રાર્થના કરતો હતો. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ પરિવાર હોસ્પિટલની સ્થિતિ સુધરે તેવી આશા રાખતો હોવાનું આ વિગતો પરથી જાણવા મળે છે.

ઘરમાં કામ કરતી મહિલાને હેરાન ન કરવા ખાસ વિનંતી

ત્રણ પાનાની સુસાઇડ નોટમાં એક અન્ય મહત્વની બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારે પોતાના ઘરમાં કામ કરતી મહિલા નિર્દોષ હોવાનું લખ્યું હતું. આ મહિલાને પોલીસ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં ન આવે તેવી ખાસ વિનંતી કરવામાં આવી હતી. આ બાબત પણ પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે. સુસાઇડ નોટમાં લખવામાં આવેલી વિગતો અને અન્ય પુરાવાઓના આધારે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ત્રણ મોબાઈલ અને સુસાઇડ નોટ કબજે, પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ પાનાની સુસાઇડ નોટ સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા છે. આ પુરાવાઓના આધારે કાયદેસરની આગળની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાફાંસાના કારણે મોત થયાની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ ત્રણેયના મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

ત્રણ સુશિક્ષિત સભ્યોની વિદાય સમાજ માટે પીડાદાયક: શશિકાંત પાટડીયા

સમાજના આગેવાન શશિકાંત પાટડીયાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતાં મહિલા, કેનેડાથી અભ્યાસ કરીને પરત ફરેલો યુવાન અને હોશિયાર દીકરી સહિત એક જ પરિવારના ત્રણ સુશિક્ષિત સભ્યોની એકસાથે થયેલી વિદાય સમાજ માટે અત્યંત પીડાદાયક છે. તેમણે જણાવ્યું કે, આ પરિવાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવતો હતો અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહેતો હતો. સમગ્ર સમાજ આવા પ્રતિષ્ઠિત પરિવાર પર ગૌરવ અનુભવતો હતો. આવી ઘટના કેમ બની તે અંગે સૌ કોઈ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો : અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, ચાટના સ્ટોલમાંથી શરૂ થયેલી આગ મોમોસના આઉટલેટ સુધી પહોંચી

પરિવાર ખૂબ જ પ્રતિષ્ઠિત હતો: હિતેશ સોની

સ્થાનિક રહેવાસી અને સંબંધી હિતેશ સોનીએ જણાવ્યું હતું કે, સાંજે લગભગ સાડા પાંચથી પોણા છ વાગ્યાના અરસામાં તેમને આ આઘાતજનક ઘટનાની જાણ થઈ હતી. તેમણે જણાવ્યું કે, સોની પરિવાર ખૂબ જ સધ્ધર અને પ્રતિષ્ઠિત હતો. પરિવારના સગા-સંબંધીઓ પણ હંમેશાં તેમની સાથે ઊભા રહેતા હતા અને જરૂર પડ્યે સહકાર આપતા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના અવસાનથી સગા-સંબંધીઓ અને સમાજમાં શોકનો માહોલ સર્જાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા સુસાઇડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Family Suicide Vadodara Soni Aarti Soni

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ