ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતીય બજારનું વળતર નબળું, હવે અમેરિકી શેરોમાં રોકાણનો ક્રેઝ

Business / ભારતીય બજારનું વળતર નબળું, હવે અમેરિકી શેરોમાં રોકાણનો ક્રેઝ

Published By: Nidhi Panchal

Last Updated: 03:40 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારમાં અપેક્ષા મુજબનું વળતર ન મળતાં હવે રોકાણકારો અમેરિકી શેરબજાર તરફ વળી રહ્યા છે. Nvidia, Apple, Amazon અને Meta જેવી મોટી ટેક કંપનીઓમાં રોકાણ કરવાનો ક્રેઝ વધ્યો છે.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં અપેક્ષા મુજબનું વળતર ન મળતાં હવે રોકાણકારો અમેરિકી શેરબજાર તરફ વળી રહ્યા છે. દેશની અગ્રણી ઓનલાઈન રોકાણ પ્લેટફોર્મ કંપનીઓએ ભારતીય છૂટક રોકાણકારો માટે અમેરિકી શેર ખરીદવાની સુવિધા શરૂ કરતાં વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને એનવીડિયા, એપલ, સ્પેસએક્સ, એમેઝોન, આલ્ફાબેટ, માઇક્રોન અને મેટા જેવી કંપનીઓના શેર રોકાણકારોની પસંદગી બની રહ્યા છે.

India

અત્યાર સુધી અમેરિકી બજારમાં રોકાણ કરવાની સુવિધા મુખ્યત્વે ધનવાન ભારતીયો અને વેલ્થ મેનેજમેન્ટ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો સુધી મર્યાદિત હતી. હવે ડિજિટલ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને કારણે સામાન્ય રોકાણકારો માટે પણ વૈશ્વિક બજારમાં પ્રવેશ સરળ બની રહ્યો છે. ભારતના મોટા રોકાણ પ્લેટફોર્મ પૈકીના એક ગ્રોવે આ મહિનાની શરૂઆતમાં અમેરિકી શેરોમાં વેપાર કરવાની સુવિધા શરૂ કરી છે. કંપનીના સહસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી હર્ષ જૈનના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ દ્વારા અમેરિકાના ૧૦ હજારથી વધુ શેર, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) અને શેરનો અપૂર્ણ હિસ્સો ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઝીરોધાએ પણ અમેરિકી શેરોમાં રોકાણની સુવિધાનું પરીક્ષણ શરૂ

નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર સક્રિય ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ દેશના બીજા મોટા ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝીરોધાએ પણ અમેરિકી શેરોમાં રોકાણની સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું છે. કંપની આગામી થોડા અઠવાડિયામાં તેને શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્જલ વન પણ પોતાના ગ્રાહકોને અમેરિકી શેરબજારમાં રોકાણની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો : રણબીર કપૂરની ફિલ્મમાં ‘બ્રહ્મા’ની એન્ટ્રી, જાણો કેવી રીતે બદલાયા એક્ટરના હોઠના મૂવમેન્ટ!

ભારતીય રોકાણકારોના વિદેશી શેરબજાર તરફ વધતા ઝોક પાછળ અનેક કારણો છે. ભારતીય શેરબજારની નબળી કામગીરી, એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરની મોટી ભારતીય કંપનીઓનો અભાવ અને અમેરિકી ટેકનોલોજી કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓ રોકાણકારોને આકર્ષી રહી છે. ૨૦૨૬ની શરૂઆતથી ભારતીય નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ લગભગ ૧૩ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાના એસએન્ડપી-૫૦૦ ઈન્ડેક્સમાં ૧૨ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ તફાવતને કારણે કેટલાક રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં અમેરિકી શેરોનો હિસ્સો વધારી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Stock Market Indian Investors Gujarati Samachar

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ