ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ગુનેગારોના નિશાન પર, 11 મહિનામાં ચાર હુમલા, પાંચ પોલીસકર્મી ઘાયલ
Last Updated: 02:24 PM, 29 October 2026
ADVERTISEMENT
બે વર્ષમાં ક્રાઈમ બ્રાંચને ગુનેગારો પર ફાયરિંગ કરવું પડ્યું છે. આ છમાંથી ચાર ફાયરિંગની ઘટનાઓમાં ખુદ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા ૧૧ મહિનામાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી), બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને બે હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ મામલે ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું છે કે મારા સહિત પાંચ પોલીસ કર્મચારીઓ પર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેના વળતાં જવાબમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને ગોળી મારવામાં આવી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઓપરેશનમાં ઝડપેલા આરોપીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તબીબી તપાસ માટે લઈ જવાતો હતો. આ દરમિયાન તેણે ઊલટી થવાનું બહાનું કાઢીને ગાડીમાંથી કૂદકો માર્યો હતો. પકડવા જતાં પીએસઆઈ એ.આર. રાવલ સાથે ઝપાઝપી કરી આરોપીએ તેમની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં પોલીસે ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઝપાઝપીમાં પીએસઆઈ રાવલ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં હેરોઈન અને એમડી ડ્રગ્સ સહિત રપ.૭૧ કરોડ રૂપિયાનો જથ્થો ઝડપાયો હતો.
ADVERTISEMENT
7 ડિસેમ્બ 2025: દુષ્કર્મના આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
7 ડિસેમ્બ 2025 દાણીલીમડા વિસ્તારમાં દુષ્કર્મના ગુનાના આરોપી મોઇનુદ્દીન શેખને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ ગુનાનું િરકન્સ્ટ્રક્શન કરવા પહોંચી હતી. ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાની આગેવાની હેઠળની ટીમ તપાસ કરી રહી હતી ત્યારે આરોપીએ પોલીસ પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા અને આરોપીને ભાગતો અટકાવવા પોલીસે તેના પગમાં ફાયરિંગ કર્યું હતું. આરોપીને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની કામગીરી દરમિયાન પોલીસકર્મી પર થયેલા આ હુમલાએ ગુનેગારોની વધતી હિંમતનો ચિતાર આપ્યો હતો.
ADVERTISEMENT
મે 2026: ડ્રગ્સની રેડમાં પીએસઆઈ સહિત બે જવાન ઘાયલ | એમડી ડ્રગ્સ પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસની ગાડી સાથે કાર અથડાવ્યા બાદ આરોપીઓએ ધરપકડથી બચવા માટે મોટા ચપ્પુ વડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પીએસઆઈ રાજેશકુમાર શર્મા અને કોન્સ્ટેબલ રમેશકુમાર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે કાર્યવાહી કરીને ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને હુમલામાં સંડોવાયેલા ત્રણ
આરોપીઓની ધરપકડ કરી હતી. નશાના કારોબારમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ગયેલી ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસકર્મીઓએ જોખમનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
મે 2026 સોલામાં ધમા બારડ પર ફાયરિંગ | સોલા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડને પકડવા કાર્યવાહી કરી હતી. આરોપીએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની સર્વિસ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઈ હતી. પોલીસે ફાયરિંગ કરતાં ધમા બારડના પગમાં ગોળી વાગી હતી, જોકે આ ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો નહોતો. આરોપીઓ ભાગવા માટે પોલીસનાં હથિયાર ઝૂંટવવાનો પ્રયાસ કરતા હોવાની ગંભીર બાબત આ ઘટનામાં સામે આવી હતી.
જુલાઈ 2026 જેસીપી શરદ સિંઘલ પર છરીથી હુમલો | ચંડોળા તળાવ વિસ્તારમાં કુખ્યાત કલીમ ઉર્ફે કલીમ ભૈયાને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમને જીવલેણ હુમલાનો સામનો કરવો પડ્યો હતો. તપાસ દરમિયાન સાદા વેશમાં રહેલા જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પર આરોપીએ રસોડામાં વપરાતી છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સિંઘલના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. સ્વબચાવમાં તેમણે સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. સિનિયર પોલીસ અધિકારી પર થયેલા આ હુમલાએ ક્રાઈમ બ્રાંચની ટીમ સામે ગુનેગારો કેટલું જોખમ ઊભું કરી શકે છે તે દર્શાવ્યું હતું.
ADVERTISEMENT
રામોલમાં સંગ્રામસિંહે પણ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો | સંગ્રામસિંહ સિકરવારને રામોલ પોલીસ સ્ટેશનથી ક્રાઈમ બ્રાંચના કાર્યાલયે લઈ જવાતો હતો ત્યારે તેણે પોલીસ અધિકારીની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન ગોળી છૂટતાં તેના પગમાં ઈજા થઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો નહોતો.

વધુ વાંચો : આકરી ગરમી વચ્ચે પણ અમદાવાદનો જળવિસ્તાર વધ્યોઃ ૧૨ વર્ષના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
રામોલમાં સંગ્રામસિંહે પણ પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો | સંગ્રામસિંહ સિકરવારને રામોલ પોલીસ સ્ટેશનથી ક્રાઈમ બ્રાંચના કાર્યાલયે લઈ જવાતો હતો ત્યારે તેણે પોલીસ અધિકારીની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન ગોળી છૂટતાં તેના પગમાં ઈજા થઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો