ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કેમ કર્યો? સામે આવ્યું ચોંકાવી મૂકે તેવું કારણ
Last Updated: 11:15 AM, 29 October 2026
ADVERTISEMENT
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત કેસમાં સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. આર્થિક સંકળામણ અને ડિપ્રેશનના કારણે સામૂહિક આપઘાત કર્યો હતો. મૃતકોના ઘરમાંથી પોલીસને ઘણા બધા દસ્તાવેજો મળી આવ્યાં છે. કાર લોનની નોટિસ પણ મળી આવી છે.
ADVERTISEMENT
વડોદરાના માંડવીમાં સામૂહિક આપઘાત
વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. તહેવારોના દિવસોમાં માતા, પુત્ર અને પુત્રીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સોની પરિવારની માતા આરતીબેન સોની, તેમના મોટા પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તહેવારોના દિવસોમાં બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વડોદરાના માંડવી વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ કરી સામૂહિક આત્મહત્યા
પોલીસે શરુ કર્યો તપાસનો ધમધમાટ
ADVERTISEMENT
સામૂહિક આત્મહત્યાની ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો દલા પટેલની પોળ ખાતે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.