ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાજકોટ સોની બજારમાં પિતા-પુત્ર વેપારીઓનું 45 કરોડનું કરી નાખ્યું, પૈસા પડાવી રાતોરાત ભુગર્ભમાં ઉતર્યાં

ક્રાઈમ / રાજકોટ સોની બજારમાં પિતા-પુત્ર વેપારીઓનું 45 કરોડનું કરી નાખ્યું, પૈસા પડાવી રાતોરાત ભુગર્ભમાં ઉતર્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 10:17 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સોની બજારમાં પિતા-પુત્રનો મોટો ફ્રોડ સામે આવ્યો છે. આ ઠગબાજ જોડીએ કરોડોનો ફ્રોડ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા હતા.

ADVERTISEMENT

રાજકોટમાં મારુતિ જ્વેલર્સના માલિકે અનેક વેપારીઓની બગાડી દિવાળી બગાડી છે. પિતા-પુત્રે વેપારીઓના 45 કરોડથી વધુ પડાવી લીધા હતા. સોનાના બિસ્કીટનો કારોબાર કરતી પેઢીએ વેપારી પાસે પૈસા પડાવી રાતોરાત ભુગર્ભમાં ઉતરી ગયા હતા. સાંજે 7વાગ્યે સોનુ આપવાનો વાયદો કરી પિતા પુત્ર ફોન બંધ કરી ફરાર થયા હતા. મારુતિ જ્વેલર્સના હસમુખ લોઢીયા અને તેનો પુત્ર દેવાંગ લોઢિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પિતા-પુત્ર વિરુદ્ધ 8 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં દાગીનાની મોટી લૂંટ

ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટમાં સોના-ચાંદીના દાગીનાની મોટી લૂંટનો બનાવ બન્યો હતો. આજી વસાહત વિસ્તારમાં તનવી ગોલ્ડ નામની જ્વેલર્સ પેઢીના કર્મચારી અંદાજે એક કરોડની કિંમતના 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના ભરીને એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે વેળાએ કારમાં સવાર ત્રણથી ચાર શખ્સોએ તેમનો રસ્તો રોકીને દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારી લાલભાઈ સરધારાએ બહાદુરીપૂર્વક સામનો કરતા લૂંટારુઓએ નિર્દયતાપૂર્વક ફાયરિંગ કર્યું હતું, જેમાં છાતીના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

વધુ વાંચો : વાહ! કરવા ચોથ પર પુરુષોને પણ મળશે રજા, જાણો ક્યાં લેવાયો નિર્ણય? લોકોએ કર્યો ખૂબ વખાણ

ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગની ધરપકડ કરી છે. તપાસમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે.પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને સાંજ સુધીમાં લૂંટારૂઓને રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ