ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 28મીએ Jio IPOનું લિસ્ટિંગ, આજે એલોટમેન્ટ, પરંતુ પહેલાં આટલી બાબતો જરૂરથી જાણી લેજો

બિઝનેસ / 28મીએ Jio IPOનું લિસ્ટિંગ, આજે એલોટમેન્ટ, પરંતુ પહેલાં આટલી બાબતો જરૂરથી જાણી લેજો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:22 AM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio IPO Listing: જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. બીએસઇના આંકડા અનુસાર આઇપીઓને કુલ 22.19 ગણી બોલી લાગી છે.

ADVERTISEMENT

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના આઇપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેના શેર બુધવાર 28 ઓક્ટોબર 2026 ના લિસ્ટ થવાના છે. એનએસઇ અને બીએસઇ પર સવારે 10 વાગ્યે ટ્રેડિંગ શરૂ થશે. જિયો પ્લેટફોર્મ્સનો ₹30,213 કરોડનો IPO રોકાણકારોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. આ આર્ઇપીઓ કુલ 22.19 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. હવે શેર ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને રોકાણકારો લિસ્ટિંગ પર નજર રાખી રહ્યા છે. જો તમે આ આઇપીઓમાં રોકાણ કર્યું હોય તો લિસ્ટિંગ પહેલાં તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો જાણવી ફાયદાકારક બની શકે છે.

Jio પ્લેટફોર્મ્સ IPO સબ્સ્ક્રિપ્શન આંકડા

Jio પ્લેટફોર્મ્સના IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. BSE ના ડેટા અનુસાર આઇપીઓને કુલ 22.19 ગણી બોલી મળી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 70.55 ગણી સબસ્ક્રાઇબ થઈ. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 14 ગણી સબસ્ક્રિપ્શન મળી. રિટેલ રોકાણકાર કેટેગરીમાં 2.72 ગણી સબસ્ક્રાઇબ થઈ.

વધુમાં એપ્લોયરનો રિજર્વ હિસ્સો 2.93 ગણો સબસ્ક્રાઇબ થયો, અને શેરધારક ભાગ 7.60 ગણો સબસ્ક્રાઇબ થયો. આ જિયો પ્લેટફોર્મ્સના શેરમાં રોકાણકારોનો નોંધપાત્ર રસ દર્શાવે છે. જોકે વધુ સબ્સ્ક્રિપ્શનનો અર્થ એ નથી કે લિસ્ટિંગ પર સ્ટોક સારું વળતર આપશે.

IPO માંથી મળેલી રકમનું કંપની શું કરશે?

જિયો પ્લેટફોર્મ્સનો આખો આઇપીઓ એક નવો ઇશ્યૂ હતો. કંપનીએ 27 કરોડ નવા શેર જારી કરીને ₹30,213 કરોડ એકત્ર કર્યા. આમાં હાલના શેરધારકો દ્વારા ઓફર ફોર સેલનો સમાવેશ થતો નથી.

કંપની આ રકમમાંથી ₹27,500 કરોડનો ઉપયોગ તેની મુખ્ય પેટાકંપની, રિલાયન્સ જિયો ઇન્ફોકોમના કેટલાક બાકી દેવાની ચુકવણી માટે કરશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. દેવાની ચુકવણી કરવાથી કંપનીનો નાણાકીય બોજ ઓછો થઈ શકે છે.

શેર ડીમેટ ખાતામાં ક્યારે જમા થશે?

આઇપીઓમાં શેર મેળવનારા રોકાણકારોને 27 ઓક્ટોબરે તેમના શેર પ્રાપ્ત થશે. જે રોકાણકારોને શેર મળ્યા નથી તેમને રિફંડ પ્રક્રિયાના ભાગ રૂપે તે જ દિવસે તેમના પૈસા પાછા મળશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / 1 નવેમ્બરથી બદલાઈ શકે છે GSTના નિયમો, નાના વેપારીઓને મળી શકે છે રાહત

કંપનીની કમાણીમાં કેટલો વધારો થયો?

જિયો પ્લેટફોર્મ્સની નાણાકીય સ્થિતિ જોતા નાણાકીય વર્ષ 2023-24 માં કંપનીની આવક ₹1,09,558 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025-26 માં વધીને ₹1,46,885 કરોડ થઈ ગઈ. આ જ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ₹21,423 કરોડથી વધીને ₹30,049 કરોડ થયો. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ ₹39,172 કરોડની આવક અને ₹7,764 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jio IPO Listing Stock Market Jio IPO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ