ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારે પેન્શનર્સને આપી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો કેટલો?
Last Updated: 04:57 PM, 24 October 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા રાજ્યના પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે કરેલા ઠરાવ પ્રમાણે, મોંઘવારી ભથ્થાનો દર 1 જાન્યુઆરી, 2024થી વધારીને 443% કરવામાં આવ્યો છે. આ સાથે 1 જુલાઈ, 2021થી 30 જૂન, 2024 સુધીના વિવિધ સમયગાળાના મોંઘવારી રાહતના તફાવતની રકમ એટલે કે એરિયર્સ ચૂકવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાટણના વેપારીને અમદાવાદની ઠગબાજ મહિલાએ ચોપડ્યો લાખોનો ચૂનો, કિસ્સો ચોંકાવનારો
એરિયર્સ પણ ચુકવાશે
ADVERTISEMENT
સરકારે પેન્શનર્સ માટે એરિયર્સ ચુકવણીની પણ જાહેરાત કરી છે. નાણા વિભાગના ઠરાવ પ્રમાણે, જુલાઈ 2021થી જૂન 2024 સુધીના 131% એરિયર્સની ચૂકવણી થશે.
પેન્શનરને કેટલો ફાયદો થશે?
ADVERTISEMENT
જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન ₹10,000 હોય, તો 381%ના દરે મોંઘવારી ભથ્થું ₹38,100 થાય છે, જ્યારે 443%ના દરે ₹44,300 થાય છે. આ પ્રમાણે બંને દર વચ્ચે દર મહિને ₹6,200નો તફાવત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો