ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિલજીતથી ક્યાંય મોંઘા છે અરિજિત સિંહ, ભાવ અધધધ 11.8 લાખ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટૂરની શરૂઆત થશે

અમદાવાદ / દિલજીતથી ક્યાંય મોંઘા છે અરિજિત સિંહ, ભાવ અધધધ 11.8 લાખ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટૂરની શરૂઆત થશે

Published By: Vishal Khamar

Last Updated: 03:38 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરિજિત સિંહની 2027ની કોન્સર્ટ ટૂરમાં પ્રીમિયમ પેકેજની કિંમત ₹11.8 લાખ સુધી, જ્યારે દિલજીત દોસાંઝની ભારત ટૂરની સૌથી મોંઘી ટિકિટ ₹18,000 હોવાનો અહેવાલ.

ADVERTISEMENT

દેશના બે લોકપ્રિય ગાયકો અરિજિત સિંહ અને દિલજીત દોસાંઝના લાઇવ કોન્સર્ટની ચર્ચા વચ્ચે ટિકિટના ભાવમાં મોટો તફાવત સામે આવ્યો છે. અરિજિત સિંહના આગામી કોન્સર્ટમાં સૌથી મોંઘા પેકેજની કિંમત રૂ. ૧૧.૮ લાખ સુધી પહોંચે છે, જ્યારે દિલજીત દોસાંઝે પોતાની ભારત ટૂર માટે સૌથી મોંઘી ટિકિટનો ભાવ રૂ. ૧૮,૦૦૦ સુધી મર્યાદિત રાખ્યો છે. બંને ગાયકોના કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાના અહેવાલ છે.

અરિજિત સિંહે સંગીતક્ષેત્રે પોતાની કારકિર્દીનાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ ૨૦૨૭ માટે નવ શહેરોમાં કોન્સર્ટ કરવાની જાહેરાત કરી છે. આ ટૂર જાન્યુઆરીથી મે-૨૦૨૭ દરમિયાન યોજાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કોન્સર્ટ માટે ટિકિટના ભાવ રૂ. ૯૯૯થી શરૂ થાય છે, બીજી તરફ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતેના કોન્સર્ટમાં ૧૫ લોકો માટેના પ્રીમિયમ ટેબલ પેકેજની કિંમત રૂ. ૧૧.૮ લાખ હોવાનું જણાવાયું છે.

આ પેકેજ ખાસ અને લક્ઝરી અનુભવ ઇચ્છતા લોકો તથા જૂથને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે, તેમાં આરામદાયક સોફા બેઠક, ખાસ ભેટ સોગાદો, પ્રીમિયમ આલ્કોહોલની બોટલો, એન્ટ્રી-એક્ઝિટની અલગ વ્યવસ્થા, ખાસ કન્ટેન્ટ ક્રિએટર જેવી સુવિધા આપવામાં આવશે. સૌથી મોંઘી ટિકિટની કેટેગરીમાંથી આશરે ૬૦ ટકા ટિકિટો વેચાઈ ચૂકી છે. અરિજિતના કોન્સર્ટમાં મોંઘા પેકેજની આ પહેલી ઘટના નથી. આશરે ત્રણ વર્ષ પહેલાં પુણેમાં યોજાયેલા તેમના કોન્સર્ટમાં ૪૦ લોકો માટેનો પ્રીમિયમ લાઉન્જ રૂ. ૧૬ લાખમાં વેચાયો હોવાના અહેવાલ હતા.

અરિજિતની ટૂરની સરખામણીએ દિલજીત દોસાંઝની ભારત ટૂર માટે ટિકિટના ભાવ વધુ મર્યાદિત છે. દિલજીતની ચાલુ ‘ઓરા વર્લ્ડ ટૂર’ના ભારતના કાર્યક્રમોમાં સૌથી મોંઘી ટિકિટ રૂ. ૧૮,૦૦૦ની હોવાનું અહેવાલમાં જણાવાયું છે. દિલજીતની ૨૦૨૪ની ‘દિલ-લ્યુમિનેટી ટૂર’ને પણ ભારે સફળતા મળી હતી. આ ટૂરે અંદાજે રૂ. ૯૪૩ કરોડની આવક મેળવી હોવાનો અહેવાલ છે.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ! સર્જાયા ભાવુક દ્રશ્યો

બંને ગાયકોની સંગીત સફર રહી છે શાનદાર

અરિજિત સિંહે ૨૦૦૫માં રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધા બાદ પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ હિન્દી ફિલ્મ સંગીતમાં તેમણે ‘ચન્ના મેરેયા’, ‘કેસરિયા’, ‘ઝાલિમા’, ‘મસ્ત મગન’, ‘અપના બના લે’ અને ‘ઝૂમે જો પઠાણ’ સહિત અનેક લોકપ્રિય ગીતો આપ્યાં છે, બીજી તરફ દિલજીત દોસાંઝે પંજાબી સંગીત અને ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમની લોકપ્રિયતા ભારતની બહાર પણ ફેલાઈ છે અને વિદેશમાં યોજાતા તેમના કોન્સર્ટમાં પણ મોટી સંખ્યામાં ચાહકો ઊમટે છે. સંગીત ઉપરાંત અભિનયક્ષેત્રે પણ તેમણે સફળતા મેળવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diljit Dosanjh Aura World Tour Arijit Singh 2027 tour Arijit Singh concert tickets

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ