ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઝીંક્યા 6 લાફા, DEOની નોટિસ બાદ પ્રિન્સિપાલે આપ્યું નિવેદન

ગુજરાત / ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઝીંક્યા 6 લાફા, DEOની નોટિસ બાદ પ્રિન્સિપાલે આપ્યું નિવેદન

Published By: Nidhi Panchal
Reported By: Shubham Bhatt

Last Updated: 01:48 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ચાલુ વર્ગખંડમાં એક પછી એક 6 લાફા મારતાં વિવાદ સર્જાયો છે. વાલીની ફરિયાદ બાદ DEOએ શાળાને નોટિસ ફટકારી છે, જ્યારે પ્રિન્સિપાલે શિક્ષક પાસે ખુલાસો માગ્યો હોવાનું જણાવ્યું છે.

ADVERTISEMENT

અમદાવાદની એક પ્રતિષ્ઠિત શાળાના વર્ગખંડમાં એવું શું બન્યું કે એક વિદ્યાર્થીને સહપાઠીઓની સામે એક પછી એક લાફા ખાવા પડ્યા? વર્ગખંડમાં થયેલી એક ઘટના હવે શાળા સંચાલનથી લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી પહોંચી છે. વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં બનેલી આ ઘટનાને લઈને હવે શાળા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

CN-Vidhyalay

વર્ગખંડમાં વિદ્યાર્થીને 6 જેટલા લાફા માર્યાનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. ગત 14 ઓક્ટોબરના રોજ બપોરના સમયે વિદ્યાર્થી વર્ગખંડમાં પહેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયો ભણાવતા શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ છે. શિક્ષકે ચાલુ વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીને ધડાધડ 6 જેટલા લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાને પગલે વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા

માર માર્યા બાદ વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થી વર્ગખંડમાં મસ્તી કરતો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, વિદ્યાર્થીને આટલી હદે માર મારવા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનાની સમગ્ર હકીકત શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઘરે પહોંચીને વિદ્યાર્થીએ માતા-પિતાને કરી જાણ

શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો હતો અને તેણે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. પોતાના બાળકને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની જાણ થતાં વાલીઓએ આ મામલે ગંભીરતા દાખવી હતી. વાલીઓએ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

કાયદાકીય તથા શિસ્તભંગના પગલાં ભરવામાં આવે

વાલીઓની માગ છે કે વિદ્યાર્થી સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે અને જવાબદાર શિક્ષક સામે યોગ્ય કાયદાકીય તથા શિસ્તભંગના પગલાં ભરવામાં આવે. શાળામાં બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ આપવાના મામલે લાગુ પડતા નિયમો અનુસાર કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માગ ઉઠી છે.

DEOએ શાળાને નોટિસ ફટકારી, આચાર્ય પાસે ખુલાસો માગ્યો

આ ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને થતાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની જાણ વાલીએ કચેરીને કરી હતી. ત્યારબાદ શાળાને નોટિસ ફટકારી આચાર્ય પાસે ખુલાસો માગવામાં આવ્યો છે.

વિગતવાર માહિતી પણ શાળા પાસેથી માગવામાં આવી

વિદ્યાર્થીને કયા શિક્ષકે અને કયા કારણોસર માર માર્યો હતો, તે અંગેની વિગતવાર માહિતી પણ શાળા પાસેથી માગવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર ઘટનાની હકીકત જાણવા અને સ્થળ તપાસ કરવા માટે શિક્ષણ નિરીક્ષકને સૂચના આપવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષક તપાસ કરીને સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરશે.

પ્રિન્સિપાલનું નિવેદન: શિક્ષકને કારણદર્શક નોટિસ અપાઈ

બીજી તરફ, શેઠ સી.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલે પણ આ મામલે નિવેદન આપ્યું છે. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીને માર મારવાના મામલે શાળા દ્વારા સંબંધિત શિક્ષકને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. હવે શિક્ષક દ્વારા આપવામાં આવનારા ખુલાસાની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દિવાળી પહેલાં જ નકલી ઘીની ભરમાર, વલસાડમાં 8224 કિલો ઘી પકડાયું, સુરતમાં ચાલતું હતું બોગસ કારખાનું

શિક્ષકનો ખુલાસો મળ્યા બાદ શાળા તરફથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને શિક્ષણ નિરીક્ષકના રિપોર્ટ બાદ પણ જવાબદાર શિક્ષક સામે પગલાં લેવામાં આવી શકે છે. હાલમાં સમગ્ર મામલે શાળા અને શિક્ષણ વિભાગની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ, શિક્ષકનો ખુલાસો અને તપાસમાં સામે આવતી હકીકતોના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. હવે જોવાનું એ રહેશે કે તપાસ પૂર્ણ થયા બાદ શિક્ષક સામે શાળા અને શિક્ષણ વિભાગ દ્વારા કેવાં પગલાં લેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad DEO Notice CN Vidyalaya Ahmedabad Student Slapping Case

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ