ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:48 AM, 24 October 2026
1/7
પંચાંગની ગણતરી મુજબ 24 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે 12:41 વાગ્યે બુધ તુલા રાશિમાં વક્રી થશે. બુધની આ વક્રી ચાલ 13 નવેમ્બર 2026 સુધી રહેશે. આ રીતે બુધ લગભગ 21 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી, તર્ક, વેપાર અને સંવાદનો કારક માનવામાં આવે છે.
2/7
મેષ રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ કામકાજના મામલે સારા સમાચાર લાવી શકે છે. નોકરી બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને જૂના સંપર્કો દ્વારા કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. અગાઉ મોકલેલી નોકરીની અરજી અથવા લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત આગળ વધી શકે છે. અગાઉ કરેલા પ્રયાસોનું પરિણામ મળવાની શક્યતા પણ છે. જોકે, કોઈ પણ તક મળે ત્યારે તેના વિશે યોગ્ય માહિતી મેળવીને જ આગળ વધવું.
ADVERTISEMENT
3/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ જૂના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને અગાઉ મોકલેલી અરજી અથવા જૂના સંપર્ક દ્વારા જવાબ મળવાની આશા રહી શકે છે. કાર્યક્ષેત્રમાં અગાઉ અધૂરાં રહી ગયેલાં કામો પૂરાં કરવા પર ધ્યાન આપવું ફાયદાકારક બની શકે છે. લાંબા સમયથી અટકેલી વાતચીતને ફરી શરૂ કરીને કામ આગળ વધારવાની તક પણ મળી શકે છે.
4/7
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો કરિયર અને વેપારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક આપી શકે છે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી નવી જવાબદારી અથવા સારી તકની રાહ જોઈ રહેલા લોકોને આશા બંધાઈ શકે છે. વેપારીઓ માટે જૂના ગ્રાહકો સાથે ફરી સંપર્ક કરવો અને અગાઉ બનાવેલી યોજનાઓ પર નવેસરથી કામ કરવું ફાયદાકારક બની શકે છે. અટકેલાં કામોને આગળ વધારવા માટે પણ આ સમયનો ઉપયોગ કરી શકાય છે.
ADVERTISEMENT
5/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ જૂના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને અગાઉ મોકલેલી અરજી અથવા જૂના સંપર્ક દ્વારા જવાબ મળવાની આશા રહી શકે છે. કાર્યક્ષેત્રમાં અગાઉ અધૂરાં રહી ગયેલાં કામો પૂરાં કરવા પર ધ્યાન આપવું ફાયદાકારક બની શકે છે. લાંબા સમયથી અટકેલી વાતચીતને ફરી શરૂ કરીને કામ આગળ વધારવાની તક પણ મળી શકે છે.
6/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
7/7
જ્યોતિષીય માન્યતા અનુસાર બુધની વક્રી ચાલ દરમિયાન વાતચીત, વેપાર અને નિર્ણય લેવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ મહત્ત્વના દસ્તાવેજ અથવા કરાર પર સહી કરતાં પહેલાં તેની તમામ વિગતો ધ્યાનથી વાંચવી જરૂરી છે. નોકરી અને વેપાર સાથે જોડાયેલા જૂના નિર્ણયોની સમીક્ષા કરવી અને અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Gold Silver Price / સોનું 1900 રૂપિયા સસ્તું થયું, તો ચાંદી કેટલી સસ્તી થઇ? જાણો આજના રેટ
ટોપ સ્ટોરીઝ