ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકા-ઓખા દરિયામાં બે બોટ વચ્ચે જોરદાર ટક્કર, એક બોટ ડૂબવા લાગી, ખલાસીઓનો આબાદ બચાવ!

VIDEO / દ્વારકા-ઓખા દરિયામાં બે બોટ વચ્ચે જોરદાર ટક્કર, એક બોટ ડૂબવા લાગી, ખલાસીઓનો આબાદ બચાવ!

Published By: Vishal Khamar
Reported By: Jaydeep Lakahani

Last Updated: 03:23 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા-ઓખા દરિયાઈ વિસ્તારમાં બે બોટ વચ્ચે ટક્કર થતા બોટમાં સવાર ખલાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ADVERTISEMENT

દ્વારકા-ઓખાના દરિયાઈ વિસ્તારમાં બે બોટ વચ્ચે અકસ્માત સર્જાતાં ચકચાર મચી ગઈ હતી. દરિયામાં બે બોટ સામસામે અથડાતાં એક બોટને નુકસાન પહોંચ્યું હતું અને તે ધીમે ધીમે દરિયામાં ડૂબવા લાગી હતી.

મળતી માહિતી મુજબ, ખાખી રંગની ફાઈબર બોટે અન્ય બોટને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ અસરગ્રસ્ત બોટ દરિયામાં ડૂબવા લાગતાં બોટમાં સવાર ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સદનસીબે બોટમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચોઃ વીજસંકટના ભણકારા વચ્ચે સરકારી બાબુઓની બેદરકારીનો પર્દાફાશ, ખાલી કચેરીઓમાં AC, પંખા અને લાઈટો ધમધમતી રહી!

દ્વારકા-ઓખાના દરિયાઈ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે બોટની અવરજવર અને દરિયાઈ સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બોટને કેટલું નુકસાન થયું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Okha boat accident boat collision Gujarat Dwarka sea accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ